બોલિવૂડ: એક્ટર  ફિટનેસ આઇકોન શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.  તે પર્સનલ લાઇફથી માંડીને પ્રોફેશનલ લાઇફની દરેક વાતો ફેન્સને શેર કરે છે. આજે શિલ્પા શેટ્ટીએ એવો ક્યૂટ વીડિયો પોસ્ટ કર્યો છે. જેના પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યાં છે.


એક વર્ષની થઇ શમીષા

શિલ્પા શેટ્ટીની દીકરી 15 ફેબ્રુઆરીએ એક વર્ષની થઇ. તેમના પહેલા બર્થ ડે પર સમીષાનો ક્યૂટ વીડિયો શિલ્પાએ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિલ્પાની એક વર્ષની ક્યૂટ દીકરી શમીષા પિંક અને વ્હાઇટ ફ્રોકમાં જોવા મળે છે. તેમની બાળકીનો આ ક્યૂટ વીડિયો ફેન્સ વારંવાર જોઇ રહ્યાં છે. અને પરી સમાન શમીષાની પ્રશંસા કરી રહ્યાં છે. 3 કલાકમાં આ વીડિયો 7 લાખ લોકો જોઇ ચૂક્યાં છે. વીડિયોમાં શિલ્પા શમીષાને પૂછે છે. કોની દીકરી છે. દીકરી બોલે છે મમ્મા. ત્યારબાદ શિલ્પા શેટ્ટી હસી પડે છે.