મુખ્યમંત્રીએ 2018ની વાતચીતને લઈને કર્યો દાવો
મુખ્યમત્રી બિપ્લબ કુમાર દેબ દ્વારા 2018માં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીની તૈયારી દરમિયાન અમિત શાહ સાથે કરવામાં આવેલ વાતચીતને લઈને કહ્યું કે, જ્યારે અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, તે દરમિયાન એક બેઠકમાં ભારતમાં તમામ રાજ્યોમાં પાર્ટીની જીત બાદ વિદેશી વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. એ જ વાતચીતને આધારે બિપ્લબ દેબે કહ્યું કે, “અમે અતિથિગૃહમાં વાત કરી રહ્યા હતા ત્યારે અજય જમ્વાલે કહ્યું હતું કે, ભાજપે અનેક રાજ્યોમાં પોતાની સરકાર બનાવી. તેના જવાબમાં અમિત શાહે કહ્યું હતું કે હવે શ્રીલંકા અને નેપાળમાં પણ વિસ્તરણ કરવાનું છે.”
વિપક્ષી પાર્ટીઓએ સીએમ બિપલ્બ વિરૂદ્ધ તાત્કાલીક કાર્રવાઈની માગ કરી
સામાન્ય બજેટના વખાણ કરતા બિપ્લબે કહ્યું કે આ આત્મનિર્ભર સાઉથ એશિયા બનવા તરફનું પગલું છે. ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવામાં સક્ષમ છે., વિપક્ષી દળ સીપીએમ અને કોંગ્રેસે બિપ્લબ દેવના આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને તરત કાર્યવાહી કરવાની માગણી કરી છે.
વિપક્ષ કોંગ્રેસ અને સીપીએમએ કહ્યું કે બિપ્લબનું આ નિવેદન નેપાળ અને શ્રીલંકા જેવા સાર્વભૌમત્વ ધરાવતા દેશો વિરુદ્ધ એકદમ અલોકતાંત્રિક નિવેદન છે. તેમના નિવેદનની તપાસ થવી જોઈએ જેમાં તેમણે અમિત શાહની આ દેશોની સત્તા મેળવવાની યોજનાનો દાવો કર્યો છે.