સાંઈ બાબાના દર્શન કરવા પહોંચી શિલ્પા શેટ્ટી, ચડાવ્યો સોનાનો મુગટ
શિલ્પા શેટ્ટીએ અમુક દિવસ પહેલા પતિ રાજ કુન્દ્રાએ સરપ્રાઈઝમાં રેન્જ રોવર વોગ ગિફ્ટમાં આપી હતી. વાસ્તવમાં 22 નવેમ્બરના શિલ્પા-રાજની મેરેજ એનિવર્સરી છે. આ તેની માટે જ ગિફ્ટ હતું. શિલ્પાની નવી રેન્જ રોવરની કિંમત 2.05 કરોડ રૂપિયા છે. શિલ્પાએ પોતાની આ નવી કાર ડ્રાઈવનો વીડિયો પણ સોશ્યિલ મીડિયા પર શેર કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, 100 વર્ષ પહેલા 15 ઓક્ટોબર 1918ના સાંઈબાબાએ આ જ સ્થળે સમાધિ લીધી હતી. એ જ વર્ષે દશેરાનો દિવસ તેમનો સ્થાપ્ના દિવસ હતો.
શિલ્પાએ સોશ્યિલ મીડિયા પર તસવીરો શેર કરતા લખ્યું હતું કે,થેંક્યૂ મારા સાંઈ, મને વિશ્વાસ અને ધૈર્યનો પાઠ સમજાવવા માટે...હંમેશા મારા પરિવાર અને મારી રક્ષા કરવા માટે...આજે ગુરુવાર છે, હું મારા ફેન્સને ડાયરેક્ટ સાંઈના દર્શન કરાવી રહી છું.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા સેટ્ટીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શિલ્પા શેટ્ટી પોતાના પરિવારની સાથે શિરડીના સાંઈબાબાના દર્શન કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં શિલ્પાએ આ અવસર પર સાંઈ બાબાને અંદાજે 26 લાખનો સોનાનો મુગટ પણ ચઢાવ્યો છે. આ તસવીર શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 800 ગ્રામ સોનાથી બનેલ આ મુકુટ ખૂબ જ સુંદર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -