આ અભિનેત્રીએ કર્યો ખુલાસો, પ્રથમ વખત ઓટોમાં કરી હતી કિસ
બંદગી જણાવે છે કે ‘મેં પહેલી વખત સ્કૂલમાં રેડ બિલ્ડિંગની પાછળ કિસ કરી હતી. ત્યારે મને લાગ્યું કે શું કરીને હું આવી ગઈ.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પાએ પણ પોતાના રાઝ ખોલતા જણાવ્યું કે તેણે પહેલી વખત ઓટો રિક્શામાં ‘કિસ’ કરી હતી. 10માં ધોરણમાં હતી ત્યારે તે પહેલી વખત રિલેશનશિપમાં આવી હતી. અમે રિક્શામાં બેઠા હતા, ત્યારે તેણે મને કહ્યું કે મારા મિત્રએ શરત લગાવી છે કે તે તને કિસ નહીં કરે. ત્યારે મે કિધું કે બસ એટલું જ..જઈને કહીં દે કે કિસ આપી. તે ખુશ થઈ ગયો. પછી મેં કિધું કે આપી છે કે નથી આપી કોઈ જોવા થોડી આવશે. બિચારાનું મોઢું પડી ગયું.
આ અંગે વાત કરતા પુનીશ જણાવે છે કે, ‘હું જે છોકરીને જોવ છું અને લાગે છે કે આ છોકરી નહીં પટે. તે જ છોકરી મારાથી પટી જાય છે. મારી પહેલી ગર્લફ્રેન્ડ સાથે પણ તેવું જ બન્યું હતું. બે અઢી વર્ષ રિલેશનશિપ ચાલી હતી. ત્યાર બાદ મને અન્ય કોઈ પસંદ આવી ગયું. મેં તેને છોડી દીધી..પરંતુ તે ખુબ જ સ્વીટ હતી.’
બિગ બોસમાં ઘરમાં શિલ્પા, આકાશ, અર્શી, પુનીશ અને બંદગીની ગેંગ બનેલી છે. આ લોકો ટાઈમ પાસ કરવા માટે જુની વાતો કરતા રહે છે. ટોપિક હતો કે ‘મેરા પહેલા પ્યાર’ આ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે તેમણે પહેલી વખત કિસ ક્યાં અને ક્યારે કરી હતી.
બિસ બોસ સીઝન 11માં શિલ્પા શિંદેને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. શિલ્પાને માત્ર ફેન્સ જ નહીં પરંતુ ખુદ સલમન ખાન પણ પસંદ કરે છે. સલમાને હાલમાં જ એક એપિસોડમાં કહ્યું હતું કે, તે શિલ્પાને ખૂબ પસંદ કરે છે. શિલ્પાએ જે રીતે વિકાસને પરેશાન કર્યો તે જોતા કેટલાક લોકોને તેના પર ગુસ્સો આવ્યો છતાં પણ અંગૂરી ભાભીના ફેન ફોલોવિંગમાં વધારો જ થઈ રહ્યો છે. શિલ્પાએ બિગ બોસના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે જે ચેનલ માટે તે કામ કરતી હતી એ લોકોએ જ તેનો એમએમએસ બનાવ્યો હતો અને હવે શિલ્પાએ એક વખત ફરી પોતાના વ્યક્તિગત જીવ વિશે ખુલાસો કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -