આ લોકોને ઘર ખરીદવા માટે સરકાર આપશે 25 લાખ રૂપિયા એડવાન્સ
જે 20 વર્ષના અંતે ચૂકવાયેલ કુલ રકમ 51.50 લાખ જેટલી થઈ જાય છે. જેમાં વ્યાજની 26.50 લાખ રકમ પણ સામેલ છે. જ્યારે હાઉસિંહ બિલ્ડિંગ એડવાન્સ તરીકે 15 વર્ષ માટે લેવામાં આવેલા એડવાન્સ 25 લાખ પર વ્યાજ સાથે કુલ 40.84 લાખ જ ચૂકવવા પડે છે. જેમાં વ્યાજના 15.84 લાખ પણ સામેલ છે. બીજી ખાસ વાત એ છે કે જો કોઈ દંપત્તિ કેન્દ્ર સરકારના કર્મચારી છે તો બંને અલગ અલગ અથવા એક સાથે આ એડાવાન્સ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરી વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે 20 વર્ષ માટે રુપિયા 25 લાખ એડવાન્સમાં લઈને બીજી કંપનીઓની તુલનામાં 11 લાખ જેટલા રુપિયા કર્મચારીઓ બચાવી શકે છે. જેને વિસ્તૃત રીતે સમજાવતા તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘જો SBI જેવી બેંક પાસેથી 20 વર્ષ માટે 25 લાખ લોન લેવામાં આવે તો 8.35%ના ચક્રવૃદ્ધી વ્યાજ દરથી 21,459 રુપિયાનો માસિક હપ્તો થાય છે.’
નવી દિલ્હીઃ નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહેલ કેન્દ્રીય કર્મચારીઓને માટે ખુશખબર છે. સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓને નવું ઘર બનાવવા અથવા ખરીદવા માટે 25 લાખ રૂપિયા સુધી એડવાન્સ આપશે. તેના માટે કર્મચારીએ 8.5 ટકાના દરે વ્યાજ આપવું પડશે. આ પહેલા નવું ઘર ખરીદવા માટે એડવાન્સમાં વધુમાં વધુ 7.5 લાખ રૂપિયા મળતા હતા. જ્યારે તેના પર વ્યાજ 9.5 ટકા લેવામાં આવતું હતું. એવામાં હવે કર્મચારીઓ માટે બેંક લોન પર નિર્ભરતા ઘટી જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -