✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે દેખાશે આ કૉમેડી શૉમાં, કપિલ નહીં આ કૉમેડિયન બનશે તેનો સાથી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 02:40 PM (IST)
1

પણ આ બધાની વચ્ચે બિગ બૉસ -11ની વિનર શિલ્પા શિંદે અને સુનીલ ગ્રૉવરની એક તસવીર આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં બન્ને લેપટૉપમાં કંઇક જોતા દેખાઇ રહ્યાં છે. સનીલ અને શિલ્પાની આ તસવીર પ્રૉડ્યૂસર પ્રીતિ સિમોસે પૉસ્ટ કરી છે. તેને કેપ્શનમાં લખ્યું છે કે 'શું થઇ રહ્યું છે.' આના પરથી અટકળોનું બજાર ગરમ થઇ ગયું છે કે બન્ને એકસાથે કોઇ શૉમાં જોવા મળી શકે છે.

2

3

સુનીલ ગ્રૉવર અને કપિલ શર્માની જોડી પર હસી મજાકની એવી ધમાલ મચાવી હતી કે બન્નેની જોડી સુપરહિટ થઇ ગઇ હતી, જોકે આજકાલ બન્નેની મિત્રતા તુટી ગઇ છે અને હવે બન્ને એકબીજાથી અલગ અલગ જોવા મળશે.

4

આમ તો સુનીલ ગ્રૉવર આજકાલ ટીવી શૉ પર વધારે એક્ટિવ નથી, અને દુનિયાભરમાં સ્ટેજ શૉ કરતા જોવા મળે છે. આવામાં આ બન્ને કલર્સની સાથે કોઇ શૉ કરે છે તો આ દર્શકો માટે ધમાકેદાર ટ્રીટ બનશે કેમકે શિલ્પા શિંદેને બિગ બૉસની ટીઆરપી ક્વિન કહેવામાં આવી હતી, અને સુનીલ ગ્રૉવર તો પોતાના અંદાજના કારણે કપિલ શર્માના કૉમેડી શૉનો જીવ હતો. એટલે જો આ બન્ને એકસાથે આવે છે તો આ ધમાકેદાર રહેશે.

5

થોડાક સમય પહેલા રિપોર્ટ્સ હતા કે, શિલ્પા શિંદે કલર્સ ચેનલનો એક શૉ કરી રહી છે. 'બિગ બૉસ' કલર્સનો સુપરહિટ રિયાલિટી શૉ અને તેની જબરદસ્ત ટીઆરપી છે. બિગ બૉસના વિજેતાનો એક કૉન્ટ્રાક્ટ પણ સાઇન થાય છે, એટલે અટકળો ચાલી રહી છે કે શિલ્પા તેમની સાથે કોઇ નવો શૉ કરવા જઇ રહી છે. પણ સુનીલ ગ્રૉ઼વર તેમની સાથે દેખાતા માની શકાય છે કે તે શૉ કૉમેડી હોઇ શકે છે.

6

7

નવી દિલ્હીઃ બીગ બૉસ સિઝન-૧૧ની વિજેતા શિલ્પા શિંદે હવે આરામ છોડી ફરીથી કામ કરવા તૈયાર થઇ છે. આમ તો શિલ્પા પાસે અનેક પ્રોજેકટની ઓફર છે. પણ તે હવે એક કૉમેડી શૉમાં જોવા મળશે. એટલે કે તે કપિલ શર્મા સાથે નહીં પણ કોમેડી કિંગ સુનિલ ગ્રોવર કામ કરતી દેખાશે.

  • હોમ
  • મનોરંજન
  • એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે દેખાશે આ કૉમેડી શૉમાં, કપિલ નહીં આ કૉમેડિયન બનશે તેનો સાથી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.