આ હૉટ એક્ટ્રે્સને મળી લીગલ નોટિસ, પૈસા લીધા પણ શૉમાં પરફોર્મ ના કરવાનો લાગ્યો આરોપ
કરિશ્માએ કહ્યું કે, તેને આયોજકોનો જણાવી દીધુ હતું કે તેની પીઠમાં દુઃખાવો થઇ રહ્યો છે અને આ કારણે તે લાંબો પ્રવાસ નહીં કરી શકે. જ્યારે તેને જોયું કે મુરાદાબાદની જગ્યાએ હલ્દાવાની જવાનું છે તો તેને પ્લાન ચેન્જ કરી દીધો. કરિશ્માએ પોતાના વકીલ દ્વારા લીગલ નોટિસનો જવાબ આપી દીધો છે અને હવે તે પોતાના તરફથી પણ કાયદેસરની કાર્યવાહી કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બિગ બૉસ સહિતની કેટલીય ટેલીવિઝન શૉ઼માં કામ કરી ચૂકેલી કરિશ્મા તન્નાને દિલ્હીના એક ઇવેન્ટ મેનેજરે છેતરપિંડીના આરોપમાં લીગલ નોટિસ મોકલી છે. કરિશ્મા પર આરોપ છે કે તેને એક ઇવેન્ટમાં પરફોર્મ કરવાનું હતું પણ અંત સમયે તે શૉમાં જ ના ગઇ. જેના કારણે મેનેજરને 10 લાખ રૂપિયાનું નુકશાન વેઠવો પડ્યું હતું.
આ બધાની વચ્ચે કરિશ્માએ આ રીતના આરોપોને ફગાવ્યા અને ઉલ્ટું આયોજકો પર તેની સાથે છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. કરિશ્મા અનુસાર, તેને કહેવામાં આવ્યુ હતું કે ઇવેન્ટ મુરાદાબાદમાં થઇ રહી છે પણ દિલ્હી પહોંચી તો જણાવ્યું કે હલ્દવાની જઇને પરફોર્મ કરવાનું છે.
તેમને વધુમાં કહ્યું કે, કરિશ્મા અને તેની ટીમને દિલ્હી ફ્લાઇટમાં લાવવામાં આવ્યા અને હલ્દીવાની સુધી કારની વ્યવસ્થા પણ કરવામાં આવી પણ તે આવ નહીં. કરિશ્મા પર એ પણ આરોપ છે કે, તેને ડ્રાઇવરને ધમકાવીને ગાડીને પાછી દિલ્હી જવા કહ્યું હતું.
લીગલ નોટિસ અનુસાર, દિલ્હીના એક ઇવેન્ટ મેનેજર માનસ કટિયાલે ફેબ્રુઆરીમાં કરિશ્માને હલ્દીવાનીમાં એક લગ્ન સમારોહમાં પરફોર્મ કરવા માટે કરાર કર્યો હતો, પણ છેલ્લા સમયે કરિશ્મા તે આયોજનમાં ના ગઇ. ઇવેન્ટ મેનેજરનો આરોપ છે કે આ કારણે તેને 10 લાખ રૂપિયાનુ નુકશાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -