અજય દેવગણની 'શિવાય' રીલીઝ, સૌથી મોટી એક્શન ફિલ્મ ગણાવાયેલી આ મૂવી જોવી કે નહીં તે જાણવા વાંચો રીવ્યુ
મુંબઇઃ અજય દેવગણની ફિલ્મ શિવાય એક્શન અને ઇમોશનથી ભરપૂર છે. શિવાયમાં શિવનું ધાર્મિક અને આધ્યાત્મિક પક્ષ નથી. ફિલ્મ રિવ્યૂઃ એક્શન અને ઇમોશનથી ભરપૂર છે ‘શિવાય’ (2.5 સ્ટાર) મુખ્ય કલાકારોઃ અજય દેવગણ, એરિકા કાર અને સાએશા સહગલ, એબિગલ યમ્સ, ગિરીશ કર્નાડ, સૌરભ શુક્લા, વીર દાસ. ડિરેક્ટરઃ અજય દેવગણ. પ્રોડ્યુસરઃ અજય દેવગણ, પેન ઇન્ડિયા મૂવીઝ મ્યૂઝિકઃ મિથુન
આ દરમિયાન ઓલ્ગા ગર્ભવતી થાય છે. જોકે, ઓલ્ગા હાલમાં માતા બનવા માંગતી નથી પરંતુ શિવાયને બાળક જોઇતું હોય છે. અંતે ઓલ્ગા રાજી થઇ જાય છે પરંતુ એક શરત રાખે છે કે તેણી પ્રેગનન્સી બાદ બાળકનો ચહેરો જોયા વિના જ પોતાના દેશ પાછી ફરી જશે. વાર્તા અહીંથી જ શરૂ થાય છે અને જેમાં અનેક ઘટનાઓ જોડાતી જાય છે અને ફિલ્મ આગળ વધે છે.
વાર્તા શિવાયની વાર્તાની શરૂઆતમાં આપણે નવસો વર્ષ અગાઉમાં જઇશું. આ વાર્તા શિવાય (અજય દેવગણ)ની છે જે પર્વતારોહકનો ઇસ્ટ્રક્ટર છે. શિવાયની મુલાકાત બુલ્ગારિયાની યુવતી ઓલ્ગા (એરિકા કાર) સાથે થાય છે. બંન્ને વચ્ચે સમયની સાથે સાથે પ્રેમ થાય છે. ત્યારે બરફનું તોફાન આવે છે જેમાં શિવાય અને ઓલ્ગા ફસાઇ જાય છે. બરફના તોફાનથી બચવા માટે તે પોતાના તંબૂમાં ઘૂસી જાય છે.
વાસ્તવમાં બુલ્ગારિયામાં કેટલીક એવી ઘટનાઓ બને છે જેથી શિવાયને એક્શન મોડમાં આવું પડે છે. અહીં ફિલ્મમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગનો મુદ્દો જોડાઇ જાય છે. ગૌરાની ભૂમિકામાં એબિગેલ એમ્સે ખૂબ સારુ કામ કર્યું છે. ઓલ્ગા પશ્વિમી યુવતી હોવાના કારણે તે દીકરીને શિવાયને સોંપી તેની લાઇફમાં ચાલી જાય છે. તેણી અંત સુધી પણ પતિ અને દીકરી પાસે આવતી નથી.
શિવાય પોતાની દીકરીનું નામ ગૌરા (અબિગેલ) રાખે છે. બાપ દીકરી વચ્ચે ખૂબ જ સારો સંબંધ હોય છે. ગૌરાને માતાની ઉણપ વર્તાતી નથી. એક ભૂકંપ બાદ અચાનક માતાનો પત્ર ગૌરાના હાથમાં આવે છે. તે માતાને મળવા માટે જીદ કરે છે. શરૂઆતમાં શિવાય ઇનકાર કરી દે છે પરંતુ બાદમાં બુલ્ગારિયા જવા માટે રાજી થઇ જાય છે. બાપ દીકરી બુલ્ગારિયા પહોંચે છે પરંતુ ઓલ્ગા પોતાનું સરનામું બદલી ચૂકી હોય છે. ભારતીય દૂતાવાસની મદદ લે છે તો ત્યાં એક બિહારી અધિકારી મળે છે.