TVની જાણીતી અભિનેત્રીઓ પૈકીની એક શિવાંગી જોશીનો આજે બર્થ ડે છે. 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ફેમ એક્ટ્રેસને સોશિયલ મીડિયા પર લોકો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. થોડા સમય પહેલા જ શિવાંગી જોશીએ એક પોસ્ટ કરીને તેના ફેન્સને જાણકારી આપી કે તે આઝે પોતાના બર્થ ડે પર સરપ્રાઇઝ આપવાની છે.
શિવાંગીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ડબલ સેલિબ્રેશન થશે મિત્રો. તમે જાણો છો કે હું શું કહેવા માંગુ છું. સાંજે 6 વાગે લાઇવ સેશન દ્વારા મારી સાથે જોડાવ. તેની આ પોસ્ટ બાદ ફેન્સ આજે છ વાગ્યાની રાહ જોઈ રહ્યા છે.
શિવાંગીએ મધરાતે પરિવારજનો સાથે બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. આ દરમિયાન પરિવારજનોએ શિવાંગી જોશીને તેના મિત્રોએ બનાવેલો વીડિયો સરપ્રાઇઝ તરીકે બતાવ્યો હતો. આ વીડિયોમાં તેના મિત્રો ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા.
બેઈંતહા, લવ બાઈ ચાંસ, બેગુસરાય, યે હૈ આશિકી, પ્યાર તૂને ક્ય કિયા અને યે રિશ્તા ક્યા કહલાતા હૈ જેવા ટીવો શોમાં શિવાંગી જોશી નજરે પડી ચુકી છે. તે એક સારી ડાન્સર પણ છે.