પ્રિયંકા પર ચડ્યો હોલિવૂડનો નશો, ‘ભારત’ બાદ છોડી આ ફિલ્મ!
અહેવાલ છે કે, પ્રિયંકા ચોપરા દ્વારા ગેંગસ્ટર મૂવીમાંથી ખસી ગયા બાદ ભણસાલી આ પ્રોજેક્ટને બાજુ પર મુકી દીધો છે. હાલમાં તેણે મૂવી બનાવાનો વિચાર ટાળ્યો છે. પ્રિયંકા એક બાજુ હિન્દી ફિલ્મોમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ સોનાલી બોસની ધ સ્કાઈ ઈઝ પિંકમાં ચોક્કસ કામ કરી રહી છે. સલમાનની ફિલ્મ ભારતી બોલિવૂડમાં કમબેક કરનારી પ્રિયંકા હવે સોનાલી બોસની ફિલ્મથી કમબેક કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયંકાના આ નિર્ણયથી સંજય લીલા ભણસાલી પણ ચોંકી ગયા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ભણસાલી પ્રિયંકા સાથે આ પ્રોજેક્ટ બનાવવા માટે પૂરી રીતે તૈયાર હાત. પરંતુ કહેવાય છે કે, પ્રિયંકાએ પોતાના બોલિવૂડ પ્રોજેક્ટ Cowboy Ninja Vikingને કારણે ભણસાલીની મૂવી નકારી દીધી છે.
અહીં વાત સંજય લીલા ભણસાલીની ગેંગસ્ટર ફિલ્મ ગંગુબાઈ કોઠેવાલી ફિલ્મની છે. મીડિયા અહેવાલ અનુસાર 1 વર્ષ પહેલા અહેવાલ હતા કે પ્રિયંકા અને ભણસાલી એક સાથે ગેંગસ્ટર મૂવી ગંગુબાઈ કોઠેવાલી લઈને આવવાના હતા. પરંતુ હવે ચાર્ચા છે કે પ્રિયંકાએ ભારતની જેમ જ આ પ્રોજેક્ટમાંથી પણ અંતિમ સમયે ના પાડી દીધી છે.
નવી દિલ્હીઃ હાલમાં પ્રિયંકા ચોપરા પર્સનલ અને પ્રોફેશનલ બન્ને કારણોને લીધે ચર્ચામાં છે. સલમાન ખાનની ફિલ્મ ભારત છોડ્યા બાદ હવે અહેવાલ મળી રહ્યા છે કે દેશી ગર્લે વધુ એક બોલિવૂડ પ્રોજેક્ટને ફગાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -