મહાભારતનો સંગ્રામ ટીવી પર જોવામાં ખૂબ જ ભવ્ય જોવા મળે છે. સીરિયલમાં ઘણા પ્રકારના રોલ જોવા મળ્યા છે ખાસ તો સંગ્રામના સમયે ખૂબ લોકોએ આ સીરિયલ્સમાં ભાગ લીધો હતો. આ લોકો ગામડાના હતા જેઓ સૈનિકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એક ઈન્ટવ્યૂમાં રવિ ચોપડાના પત્ની રેણુ ચોપડાએ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં આ સીરિયલસનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સીરિયલ ખૂબ જ લોકપ્રિય હોવાના કારણે સ્થાનિક લોકો આ સીરિયલમાં મફતમાં કામ કર્યું હતું.
શૂટિંગ દરમિયાન શરૂઆતની લાઈનમાં ઉભેલા સૈનિકોને હાયર કરવામાં આવ્યા હતા બાકી પાછળ જોવા મળતા સૈનિતો ગામડાના હતા જેમણે મફતમાં સીરિયલમાં કામ કર્યું હતું. આ સીરિયલનું શૂટિંગ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેતું હતું અને સ્થાનિક લોકો ખૂબ સહયોગ કરતા હતા.