લૉકડાઉન દરમિયાન વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાના નિવાસ પર કામ કરી રહ્યાં છે, આ દરમિયાન પત્રકારોને વડાપ્રધાન પોતાના નિવાસેથી સંબંધિત કરે છે.
આવી જ એક બ્રિફિંગમાં જ્યારે જસ્ટિન ટૂડો પત્રકારો સાથે રૂબરૂ થયા હતા, આ ત્યારે ભારે પવનના કારણે તેમના વાળ આંખો પર આવી ગયા હતા, વાળને હટાવવા માટે પીએમે માથાને નમાવ્યુ અને એક હીરોની જેમ વાળ ઉંચા કર્યા હતા. તેમની આ અદા હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે.
સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલો આ વીડિયો એડિટેડ ક્લિપનો એક ભાગ છે, અને આમાં સ્લૉ મૉશનમાં જસ્ટિન ટૂડો વાળને સરખા કરતા દેખાઇ રહ્યાં છે. 16 એપ્રિલે પૉસ્ટ કરવામાં આવેલો આ વીડિયો ઇન્ટરનેટ પર ખુબ ધમાલ મચાવી રહ્યો છે.