મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હાલ પોતાની સક્સેસફૂલ સ્ટારર ફિલ્મ 'સાહો'ને લઇને ચર્ચામાં છે, ત્યારે તેના બીજા સમાચાર સામે આવ્યા છે. શ્રદ્ધા કપૂર મુંબઇમાં લોકોની સાથે વિરોધ પ્રદર્શન કરવા રસ્તાં પર ઉતરી છે. આ વિરોધ પ્રદર્શન મુંબઇમાં કપાઇ રહેલા 2700 જેટલા વૃક્ષોને બચાવવા માટે થઇ રહ્યું છે. આની તસવીરો સોશ્યલ મીડિયા પર પણ વાયરલ થઇ રહી છે.

એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે પોતાની એક પૉસ્ટ શેર કરી છે, જેમાં તે લોકોની સાથે વરસાદમાં રસ્તાં પર વિરોધમાં જોડાઇ છે. ઉલ્લેખનીય છે કે બીએમસી દ્વારા શહેરના 2700 વૃક્ષોને કાપવાની કામગીરી હાથ ધરાવવાની છે. તેને એક્ટ્રેસ પુરજોશમાં વિરોધ કરી રહી છે.


ખરેખરમાં, મુંબઇના ગારેગાવ વિસ્તારમાં આરે કૉલોનીની પાસે એક મોટુ જંગલ છે. આ વિસ્તારમાં મેટ્રોનો શેડ બનાવવા માટે 2702 વૃક્ષોને કાપવાની દરખાસ્ત બીએમસીએ હાલમાં જ પાસ કરી દીધી છે. આ પ્રપૉઝલ પાસ થવાથી એક્ટ્રેસ ગુસ્સે ભરાઇ છે અને લોકોના ટોળાની સાથે વરસતા વરસાદમાં મુંબઇના રસ્તાંઓ પર વિરોધ કરવા નીકળી હતી.