સાઈના નેહવાલની બોયોપિકનું શૂટિંગ રોકાયું, શ્રદ્ધા કપૂરને થયો ડેંગ્યુ
મુંબઈ: બૈડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ પર બની રહેલી બાયોપિકમાં બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર લીડ રોલ કરી રહી છે. સાઈના પણ ઈચ્છતી હતી કે આ રોલ શ્રદ્ધા કપૂર પડદા પર નિભાવે. શ્રદ્ધા કપૂરે સાઈના નેહવાલ સાથે ઘણી વખત મુલાકાત પણ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફિલ્મના પ્રોડ્યૂસર ભૂષણ કુમારે પણ આ વાતની પુષ્ટી કરી છે કે શ્રદ્ધા કપૂર શૂટિંગ પર નથી આવી રહી. તેમણે જણાવ્યું કે શ્રદ્ધા કપૂરની તબિયત સારી નથી. તે ઝડપથી સેટ પર પાછી ફવા માંગે છે.
શ્રદ્ધા કપૂરે તેની ફિલ્મનો ફર્સ્ટ લૂક પણ જાહેર કર્યો છે. પરંતુ ફિલ્મને લઈને રિપોર્ટ્સ છે કે શૂટિંગને રોકી દેવામાં આવ્યું છે. જેનું કારણ છે શ્રદ્ધા કપૂરનું સ્વાસ્થ. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરને ડેગ્યૂ થયો છે. જેના કારણે ફિલ્મનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂરની તબિયત ઘણા દિવસોથી સારી નથી. ચેકઅપ કરાવતા ખબર પડી કે તેને ડેગ્યૂ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -