મુંબઇઃ હાલમાં બૉલીવુડમાં બાયૉપિક ફિલ્મ બનવાનુ ચલન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં હવે એક નામ બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલનું પણ છે. સાયના નેહવાલ પર એક બાયૉપિક બની રહી છે, જેમાં શ્રદ્ધા કપૂર સાઇનાના રૉલમાં હતી.

જોકે હવે રિપોર્ટ છે કે, સાયનાના રૉલ પ્લે કરવા શ્રદ્ધા કપૂરે ના પાડી દીધી છે. હવે શ્રદ્ધા કપૂરની જગ્યાએ બાયૉપિકમાં સાયનાનો રૉલ પરીણિતી ચોપડા કરશે.


મુંબઇ મિરરની રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધાએ બાકી ફિલ્મોની વ્યસ્તતાને કારણે આ ફિલ્મમાં કામ ના કરવાનો નિર્ણય લીધો છે. તેની પાસે પહેલાથી જ ઘણીબધી ફિલ્મો આવી ગઇ છે. હાલમાં તે છિછોરે ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. સાથે સ્ટ્રીટ ડાન્સર 3D પર પણ કામ શરૂ થઇ ગયુ છે.