ક્રાઇસ્ટચર્ચ: ન્યૂઝિલેન્ડના દક્ષિણ ટાપુ પર આવેલા ક્રાઈસ્ટચર્ચમાં આવેલા બે મસ્જિદમાં આતંકી હુમલો થયો છે.  મસ્જિદોમાં  અંધાધૂધ ફાયરિંગ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. સમાચાર છે. આ હુમલામાં 49 લોકોના મોત નિપજ્યા છે. ન્યૂઝિલેન્ડમા ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ કહ્યું કે નવ ભારતીય/ભારતીય મૂળના લોકો ગુમ છે. જો કે આધિકારિક પુષ્ટિ હજુ કરવામાં આવી નથી.

ન્યૂઝીલેન્ડના શહેર ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગમાં 49 લોકોનાં મોતની પુષ્ટિ થઇ છે. આ હુમલામાં 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેઓએ જણાવ્યું કે, વેલિંગ્ટનમાં ધાર્મિક સ્થાનો, ખાસ કરીને મસ્જિદોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.



સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે, ફાયરિંગની ઘટના બાદ એક મસ્જિદમાં અનેક લોકો માર્યાં ગયા છે, જ્યારે બીજી એક મસ્જિદને ખાલી કરાવવામાં આવી છે. બનાવ વખતે બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ત્યાં હાજર હતી. બાંગ્લાદેશની ટીમ ત્યાંથી સલામત રીતે નીકળી ગઈ હતી.



બાંગ્લાદેશના ક્રિકેટર તમિમ ઈકબાલે પણ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશની ટીમ શૂટરો જ્યાં હતાં ત્યાંથી બચીને નીકળી ગઈ હતી.



ઘટનાને નજરે જોના લોકોનાં જણાવ્યા પ્રમાણે, શૂટરોએ મસ્જિદમાં કરેલા અંધાધૂંધ ગોળીબારમાં અનેક લોકો માર્યાં ગયા છે. જોકે, પોલીસ તરફથી મોતનો કોઈ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. પોલીસે હાલ ક્રાઇસ્ટચર્ચમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે.