‘નટસમ્રાટ’ એ મરાઠી નાટકનું નામ છે, જેમાં શ્રીરામ લાગુએ અભિનય કર્યો હતો. ‘નટસમ્રાટ’ નાટકમાં લાગુએ ગણપત બેલવકરની ભૂમિકા નિભાવી હતી, જેને મરાઠી થિએટર માટે મીલનો પથ્થર મનાય છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ પોતાના શોક સંદેશમાં કહ્યું, ‘મરાઠી રંગમંચ’ એ પોતાના પ્યારા નટસમ્રાટને ગુમાવી દીધા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજીત પવારે કહ્યું કે લાગુના નિધનના સમાચાર દુ:ખદ છે.
શ્રીરામ લાગુનો જન્મ 1927મા મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. એનટી સર્જન લાગુએ વિજય તેંડુલકર, વિજય મહેતા અને અરવિંદ દેશપાંડેની સાથે આઝાદીબાદ પછીના સમયમાં મહારાષ્ટ્રમાં રંગમંચને આગળ વધારવામાં ભૂમિકા નિભાવી હતી.
લાગુ આંખ, નાક અને ગળાનાં ક્વાલિફાઈડ ડોક્ટર હતા. પોતાની અભિનય ક્ષમતાને ન્યાય આપવા માટે તેઓ એક્ટિંગ ક્ષેત્રમાં ઝુકાવ્યું હતું અને ચાર દાયકાની કારકિર્દીમાં રંગભૂમિ તથા ફિલ્મ ક્ષેત્રે નામના મેળવી હતી.
એમણે કારકિર્દીમાં 100થી વધારે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. એમણે મરાઠી અને હિન્દી ભાષામાં 40 નાટકમાં અભિનય કર્યો હતો અને કેટલાક મરાઠી નાટકોનું દિગ્દર્શન પણ કર્યું હતું. એમણે અમુક ગુજરાતી નાટકોમાં પણ અભિનય કર્યો હતો. હિન્દી ફિલ્મ ‘ઘરૌંદા’માં કરેલા અભિનય બદલ એમને સહાયક અભિનેતા તરીકેનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
લાગુએ 50ના દાયામાં મુંબઈ યુનિવર્સિટીમાંથી ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી હતી અને થોડાક વર્ષ સુધી ડોક્ટર તરીકે સેવા પણ બજાવી હતી, પણ બાદમાં તેઓ ફિલ્મ અભિનય તરફ વળ્યા હતા અને પોતાનું સમગ્ર જીવન નાટ્ય અને ફિલ્મ ક્ષેત્રને અર્પણ કરી દીધું હતું.