Star Kids: સલમાન સાથે ડેબ્યૂ કરશે આ યુવા એક્ટ્રેસ, ફિલ્મ પહેલા કરાવ્યુ ગજબનુ ફોટોશૂટ, જુઓ તસવીરો..

પૉપ્યૂલર ફોટોગ્રાફર ડબ્બૂ રતનામીએ પલક તિવારીના ફોટોશૂટનો એક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે

Continues below advertisement

Palak Tiwari Photos: ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બહુ જલદી ફિલ્મોમાં દેખાશે, સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મ પહેલા તેનુ એક ફોટોશૂટ વાયરલ થયુ છે, જે ખુબ સુંદર છે. શ્વેતાની (Shweta Tiwari) દીકરી પલક તિવારી (Palak Tiwari) પણ ખુબ ચર્ચામાં છે, તે પોતાની સ્ટાઇલ, ડ્રેસિંગ સેન્સ અને લૂક્સના કારણે બધાનુ આકર્ષણનુ કેન્દ્ર બની છે. 

Continues below advertisement

પૉપ્યૂલર ફોટોગ્રાફર ડબ્બૂ રતનામીએ પલક તિવારીના ફોટોશૂટનો એક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્લેમરસ અંદાજમાં પૉઝ આપતી દેખાઇ રહી છે. આ ફોટોશૂટમાં પલક તિવારી શૉર્ટ ડ્રેસની સાથે ખુલ્લા વાળમાં કિલર પૉઝ આપી રહી છે, તેના આ સિઝલિંગ અવતારને જોઇને ફેન્સ પાગલ બન્યા છે.

પલક તિવારી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે લાઇમલાઇટમાં રહે છે. હાલમાં જ તે 'HT મોસ્ટ સ્ટાઇલિશ એવોર્ડ્સ 2022'ના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. આ પ્રસંગે તે ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં જોવા મળી હતી. ઓફ શોલ્ડર રેડ ગાઉન પહેરીને તે રેડ કાર્પેટ પર પહોંચતા જ મહેફિલની નજર તેના પર થંભી ગઈ હતી.

પલક તિવારી આજકાલ પોતાની આવનારી ફિલ્મ 'કિસી કા ભાઇ કિસી કી જાન'ને લઇને પણ છવાઇ છે. જોકે, આ ફિલ્મમાં તેનો રૉલ શું હશે તેના વિશે હજુ સુધી કોઇ માહિતી બહાર આવી નથી. સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનથી પલક તિવારીની સાથે પંજાબી એક્ટ્રેસ શહનાઝ ગીલ પણ બૉલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola