મુંબઈઃ શ્વેતા તિવારીની દીકરી પલક ઘણા સમયથી ચર્ચામાં છે. તે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ઉપરાંત માતા શ્વેતા તિવારી સાથે પણ તસવીરો શેર કરતી હોય છે. તાજેતરમાં પલકે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.


ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા ફોટોઝમાં પલકે આઇસ બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ તસવીરનો યૂઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેંટ્સ પણ કરે છે.


આ પહેલા પણ પલકે તેની માતા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. ગોવામાં પારિવારિક લગ્નની તસવીર પણ ઘણી વાયરલ થઈ હતી.


પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર-નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)