મુંબઈઃ ટેલીવિઝનના સૌથી લોકપ્રિય કલાકારોમાંથી એક એવી શ્વેતા તિવારી સોની ચેનલની સીરિયલ ‘મેરે ડેડ કી દુલ્હન’ના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. ઘટનાસ્થળે હાજર લોકો અનુસાર આ ઘટના શૂટિંગ દરમિયાન એક તસવીર બળી રહી હતી ત્યારે થઈ. સેટ પર હાજર લોકો અનુસાર સીરિયલના એક દ્રશ્યમાં ફિલ્મ ‘જબ વી મેટના એક સીન રીક્રિએટ કરવાનો હતો જેમાં એક તસવીરને બાળવા અને ફ્લશ કરવાનું શૂટિંગ કરવાનું હતું.

આ દ્રશ્યના શૂટિંગ દરમિયાન આગ ભડકી ગઈ અને તેમાં શ્વેતાનો હાથ દાઝી ગયો. શૂટિંગ દરમિયાન સેટ પર લાગેલ પડદાએ પણ આગ પકડી લીધી અને આગ ઓલવવાની કોશિશમાં શ્વેતાનો હાથ દાઝી ગયો. જણાવીએ કે, ‘મેરે ડેડ કી દિલ્હુ’માં વરૂણ બડોલા પણ મુખ્ય ભૂમિકામાં છે.



શ્વેતા તિવારી અને વરૂણ બડોલા સિરીયલના સેટ પર હંમેશા મસ્તીના મૂડમાં જોવા મળે છે. શ્વેતાને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે અને તે પોતાના આ શોખને શૂટિંગ દરમિયાન પણ પૂરો કરે છે.

હાલમાં જ શ્વેતા ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ની એક્ટ્રેસ કેટરીના કૈફનો સંવાદ બોલતા કહે છે કે, પુસ્તકો જેટલા વફાદાર મિત્ર કોઈ નથી હોતું. તે કહે છે, ‘પુસ્તક જ વ્યક્તિનો સૌથી સારો મિત્ર હોય છે. એ ન તો કોઈ ફરિયાદ કરે છે, અને ન તો કોઈ પ્રકારની માગણી કરે છે.’

શોના બીજા અભિનેતા વરૂણ બડોલા પોતાની જિંદાદીલીથી સેટ પર સૌ કોઇના મૂડના તરોતાજા રાખે છે. જ્યાં વરૂણ અંજલી સાથે મળી તમામ લોકો સાથે શરારતો કરતા નજરે પડે છે, ત્યાં જ શ્વેતા હંમેશા પુસ્તકો વાંચતી રહે છે. તમને જણાવી દઇએ કે, વરૂણ શ્વેતાના સૌથી જૂના મિત્રોમાં સામેલ છે.