શ્વેતા તિવારીની દીકરી પર લાગ્યો લિપ સર્જરીનો આરોપ, મળ્યો આવો સણસણતો જવાબ
પલક બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જબરદસ્ત મહેનત કરી રહી હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ પલક ‘તારે જમીન પર’ ફેમ એક્ટર ‘દર્શીલ સફારી’ની સાથે ‘ક્વિકી’ નામની ફિલ્મમાં નજરે પડશે.
પલક સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે. પલક તેના ગ્લેમરસ ફોટોશૂટને લઇ મીડિયામાં છવાયેલી રહે છે.
તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
પલકના જવાબ બાદ અનેક લોકો તેના સમર્થનમાં આવ્યા. લોકોએ કહ્યું- તારે કોઈને સ્પષ્ટતા કરવાની જરૂર નથી. તમે ખૂબ સુંદર છે.
પલકને સની દેઓલના પુત્ર કરણ દેઓલની ફિલ્મ પલ પલ દિલ કે પાસના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી પરંતુ ગઈ ન હોવાનું કહેવામાં આવે છે.
પલકે ઇન્સ્ટાગ્રામ પર આપેલા જવાબનો સ્ક્રીનશોટ.
પલકે ઈન્સ્ટા ફોટો પર લખ્યું, ‘હું માત્ર 17 વર્ષની છું. હું લોકો માટે ખુદને બદલનારા લોકો પૈકીની નથી. તમારો આરોપ ખોટો છે. આજકાલ સર્જરી કરાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. જે પ્રમોશનની નવી રીત પણ હોઈ શકે છે. પરંતુ હું તેના માટે નથી. તમને નિરાશ કરવા બદલ સોરી. ગુડ નાઇટ.’
મુંબઈઃ એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલકે તાજેતરમાં જ તેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેણે લિપ સર્જરી કરાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. તસવીરમાં તેણે ખૂબ નજીકથી શોટ લીધો હોવાના કારણે લિપ સર્જરી કરાવી હોવાની વાત થઈ હોવાનું કહેવાયા છે. પરંતુ પલકે કોઈની પણ ચિંતા કર્યા વગર આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો.