સુરત: કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો કસવાનું શરૂ કર્યું છે. સુરતમાં ફરી એક વખત કોરોના બેકાબૂ બન્યો છે અને છેલ્લા થોડા દિવસોથી અમદાવાદ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે.


SMC કમીશ્નરે શું કરી અપીલ


આ દરમિયાન સરુતના શહેરીજનોને મનપા કમિશ્રરે ઓડિયો મેસેજ જાહેર કરીને અપીલ કરી હતી. તેમણે કહ્યું, શહેરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે અને બહારથી આવતા લોકો ક્વોરન્ટાઈન રહે. ધનવંતરી રથ દ્વારા જાણવામાં આવેલ છે કે જે કોવિડના કેસો આવે છે તેમાં કોરોના અને તાવનો ત્રણ ગણો વધારો થયેલ છે જે ચિંતાજનક બાબત છે. આજે પણ સ્કૂલ કોલેજમાં 39 કેસ નોંધાયા છે.


મહિલાઓ માટે શું છે માઠા સમાચાર


મહિલાઓમાં પોઝિટિવિટી રેશિયો પહેલા 30 ટકા હતો જે વધીને 45 ટકા થયો છે. અત્યારે કોવિડ 19ના લક્ષણો બદલાયા છે. હાલ ડાયરીયા, માથામાં દુખાવો, નબળાઈ જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ રસીકરણ વધારે કરી રહ્યા છીએ. 111 સ્થળો પર રસીકરણ ચાલુ છે.


છેલ્લા 6 દિવસમાં કેટલા નોંધાયા કેસ


16 માર્ચે સુરત કોર્પોરેશનમાં 263 કેસ, સોમવાર, 15 માર્ચે 240 કેસ નોંધાયા હતા. જ્યારે ગત રવિવાર, 14 માર્ચે 217 કેસ, શનિવાર, 13 માર્ચે  188 કેસ, શુક્રવાર, 12 માર્ચે 183 કેસ, ગુરુવાર, 11 માર્ચે 171 કેસ નોંધાયા હતા.


રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ


રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.   મંગળવારે છેલ્લા 24 કલાકમાં 954  નવા કેસ નોંધાયા હતા જ્યારે 703  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં બે લોકોના મૃત્યુ થયા હતા .  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4427 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 2,70,658 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.65 ટકા પર પહોંચ્યો છે. હાલ 4966  એક્ટિવ કેસ છે, જેમાંથી 58 લોકો વેન્ટિલેટર પર અને 4908  લોકો સ્ટેબલ છે.


રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 22,15,092 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,42,941 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 1,72,313 લોકોને રસી આપવામાં આવી છે.