નવી દિલ્હી: ટેલિવિઝનના સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગો બૉસ સીઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા બન્યો ગયો છે. તેની સાથે આસિમ રિયાઝ ફર્સ્ટ રનર અપ રહ્યો હતો.
બન્નેને આ સીઝનમાં જીતના પ્રબળ દાવેદર માનવામાં આવી રહ્યાં હતા. શોના હોસ્ટ સલમાન ખાને વિનર સિદ્ધાર્થ શુક્લાના નામનું એલાન કર્યું હતું અને ટ્રૉફી અને ઈનામમાં 40 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.
સિદ્ધાર્થ શુક્લાએ એન્ગ્રી યંગ મેનના ટેગ સાથે ઘરમાં એન્ટ્રી મારી હતી. 160 દિવસના આ સફરમાં સિદ્ધાર્થે આ ટાઈટલને જાળવી રાખતા તમામ કંટેસ્ટેન્ટ સાથે લડાઈ લડી હતી. સીઝનની શરૂઆતથી જ સિદ્ધાર્થને સૌથી મજબૂત કંટેસ્ટેન્માં તરીકે માનવામાં આવી રહ્યો હતો. ઘરમાં સિદ્ધાર્થ અને શહેનાઝની બૉન્ડિંગ સૌને ઘણી પસંદ આવી હતી. બન્ને ફિનાલે સુધી પહોંચ્યા હતા.
આ પહેલા હોસ્ટ સલમાન ખાને તમામ 6 કન્ટેસ્ટેટને કહ્યું હતું કે જેને પણ પોતાની જીત પર વિશ્વાસ ના હોય તે 10 લાખ રૂપિયા લઈને ઘરમાંથી બહાર જઈ શકે છે. તેના બાદ પારસે તરત ઘરથી બહાર નિકળવાનો નિર્ણય લીધો હતો. જો કે તેના આ નિર્ણયથી તેની માતા નાખુશ નજર આવ્યા હતા.
Bigg Boss 13: સિદ્ધાર્થ શુક્લા બન્યો સીઝન 13 નો વિજેતા, ટ્રોફી સાથે 40 લાખનું જીત્યું ઈનામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2020 07:29 AM (IST)
બિગ બોસની13ની સીઝનમાં આ વખતે ટોપ 6 ફાઈનલિસ્ટ હતા. પરંતુ પારસ છાબડાએ 10 લાખ રૂપિયા લઈને શોમાંથી બહાર થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -