સી ફૂડ ખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયો આ ગાયક, ગંભીર બીમારીને કારણે થઈ ગઈ આવી હાલત
તેણે લખ્યું છે કે, ‘તમારા બધાના પ્રેમ માટે આભાર. આનાથી આપણને એક શીખવા મળે છે કે ક્યારેય પણ કોઇપણ પ્રકારની એલર્જીને નજરઅંદાજ ના કરવી જોઇએ. મારા કેસમાં મને સી ફૂડનાં કારણે એલર્જી થઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ બોલિવૂડના જાણીતા ગાયક હાલમાં એક ગંભીર બિમરીનો સામનો કરી રહ્યા છે. સ્કીન એલર્જી થયા બાદ મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઈસીયૂમાં ગાયક સોનૂ નિગમને દાખલ કરવામાં આવ્યો છે. સોનૂ નિગમે ખુદ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરીને બીમારી વિશે જણાવ્યું છે.
વાત એમ છે કે સોનૂ નિગમની આવી હાલત સી ફૂડ ખાવાનાં કારણે થઇ છે. સોનૂ નિગમે આ વિશે જણાવતા લખ્યું કે, ‘સી ફૂડ ખાવાનાં કારણે આવો થઇ ગયો છે. જો સમય રહેતા હું હૉસ્પિટલ ના પહોંચ્યો હોત તો આ વધી શક્યું હોત.’ સોનૂ નિગમ અલગ પ્રકારની એલર્જીનો સામનો કરી રહ્યો છે. સોનૂ નિગમને આઇસીયૂમાં ભરતી કરવામાં આવ્યો છે. તસવીરની સાથે સોનૂ નિગમે પોતાના ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
સોનૂ નિગમે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે. આમાં સોનૂ નિગમની આંખ સૂજી ગયેલી જોવા મળી રહી છે. તો બીજી તસવીરમાં ઑક્સીજન માસ્ક પણ લગાવેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર સોનૂ નિગમની આ તસવીર જોઇને ફેન્સ ચોંકી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -