INDvNZ: આવતીકાલે બીજી T20, આ ખેલાડી કરી શકે છે ડેબ્યૂ, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Feb 2019 11:27 AM (IST)
1
ભારત તરફથી આવતીકાલની મેચમાં શુભમન ગિલ ટી20 ડેબ્યૂ કરી શકે છે. વન ડેમાં ન્યૂઝિલેન્ડ સામે ડેબ્યૂ કર્યા બાદ બે મેચમાં તેનો દેખાવ સારો રહ્યો નથી. ભારતીય ટીમ આવતીકાલની મેચ જીતવા માટે પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે.
2
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે આવતીકાલે બીજી ટી20 ઓકલેન્ડમાં રમાશે. પ્રથમ ટી20માં ભારતીય ટીમનો 80 રને કારમો પરાજય થયો હોવાથી આવતીકાલની મેચ ભારત માટે જીતવી ફરજિયાત છે. હાલ ત્રણ મેચની ટી20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા 1-0થી પાછળ છે.
3
બીજી વન ડે ઓકલેન્ડના ઈડેન પાર્કમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 11.00 કલાકે ટોસ થશે અને 11.30 કલાકે મેચ શરૂ થશે.
4
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.