નવી દિલ્હી: પુલવામાં આતંકવાદી હુમલા બાદ દેશમાં આક્રોશ છે અને બદલાની માંગ ઉઠી રહી છે. એવામાં આતંકવાદીઓને સબક શીખાડવાની માંગ કરી રહેલા લોકોના આ ગુસ્સા પર સિંગર અને લેખક વિશાલ દદલાણીએ ટિપ્પણી કરી છે અને કહ્યું કે બદલો લેવાની માંગ કરવાવાળા ખુદ ત્યાં જાય અથવા તો પોતાના બાળકોને સરહદ પર મોકલે.

વિશાલે એક તસ્વીર પોસ્ટ કરી બદલાની માંગ કરી રહેલા લોકોને આડે હાથ લીધા છે. તસવીરમાં લખ્યું છે કે, “જે લોકો હાલમાં સોશિયલ મીડિયા પર બદલો લેવાની માંગ કરી રહ્યા છે.  શા માટે ?, કારણ કે બદલો લેવા કોઈ બીજુ નહીં જાય, કોઈ બીજું મરવા જઈ રહ્યું છે બીજી વખત. જો કે તમારાથી આટલું પણ નથી થતું કે તમે રસ્તાઓ પર પેશાબ કરતા કે થુકવાથી, નિયમ તોડો છો, મહિલાઓને પરેશાન કરો છો. એટલુંજ નહીં જાતિ અને ધર્મના આધાર પર એક બીજાને નફરત કરો છો. અને વારંવાર ક્રિમિનલ્સ માટે વોટ કરો છો. પહેલા તમે તેના લાયક બનો કે બદલાની માંગ કરી શકો... કાં તો તમે પોતે જઇને બદલો લો. જે લોકોએ પોતાના સાથીઓને ગુમાવ્યા છે. તેઓ પોતાનું કામ તો કરતા રહેશે... તેમને તમારા રિમાઇન્ડરની જરૂર નથી.... ”


આ પોસ્ટમાં તસ્વીર શેર કરતા તેમણે લખ્યું કે, “ખરેખર, તમારી કમેંટ્સને બંધ કરી દો કારણ કે નફરત ફેલાવનારા લોકો જવાનોની શહીદીની વધારે પરવાહ નથી કરતા. હું દિલથી કહેવા માંગુ છું કે જે પણ લોકો અને નેતા આપણા જવાનોને યુદ્ધના મેદાન પર મોકલવામાં માંગે છે તેઓ પોતે જાય કાં તો પોતાના બાળકોને મોકલે, આ તસવીરમાં મે જે શેર કર્યું છે તે મે નથી લખ્યું નથી પણ મને આ સારુ અને સાચું લાગ્યું તેથી શેર કર્યું.”

પુલવામા આતંકી હુમલોઃ ભારતની પાકિસ્તાન પર મોટી કાર્યવાહી, 200% વધારી કસ્ટમ ડ્યૂટી

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનોના શહીદ થઈ ગયા હતા. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ફિદાયીન હુમલાવરે 350 કિલોગ્રામ વિસ્ફોટકથી ભરેલા વાહનથી સીઆરપીએફના જવાનોની એક બસને ટક્કર મારી હતી અને હુમલાને અંજામ આપ્યો હતો.