Trending Photo: ચોમાસું આવી ગયું છે અને આ દિવસોમાં આપણે બધાએ આકાશમાં વીજળીના ચમકારા થતા જોયા જ હશે. જ્યારે પણ વીજળી પડે છે ત્યારે ઘણા લોકો ડરી જાય છે. કેટલાક લોકો તરત જ સતર્ક થઈ જાય છે અને જો તેઓ બહાર હોય તો સુરક્ષિત જગ્યા શોધે છે. આકાશમાં થતી વીજળી ખરેખર ડરામણી અને ભયંકર છે. આકાશી વીજળીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. તાજેતરમાં આવો જ આકાશી વીજળીનો એક અદ્ભુત ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


અદ્ભૂત અને રોમાંચક ફોટોઃ
આ ફોટો સોશિયલ મીડિયા પર જેટલો રોમાંચક અને અદ્ભુત છે તેટલો જ ડરામણો પણ છે. આ ફોટો જોઈને તમે પણ ચોંકી જશો. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ ફોટો ક્લિક કરના વ્યક્તિની પણ પ્રસંશા થવી જોઈએ અને આ તસવીર ડેબી પાર્કરે ક્લિક કરી છે.






ઝાડ પર વીજળી પડીઃ
વાયરલ થઈ રહેલા ફોટોને જોઈને તમને ખબર પડશે કે જો તમે વીજળી પડે ત્યારે ઝાડ નીચેથી ઉભા રહેવાની ભૂલ કરી રહ્યા છો, તો તે તમારો જીવ પણ લઈ શકે છે. ફોટામાં તમે જોઈ શકો છો કે વીજળી આંખના પલકારામાં આખા ઝાડ પર પડે છે. વીજળી ઝાડને ઉપરથી નીચે સુધી પાર કરતી જોવા મળે છે. આકાશી વીજળીનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ ફોટો જોઈને લોકો ચોંકી ગયા છે. આકાશી વીજળી ઝાડ ઉપર પડે ત્યારે કેટલા સુધી અસર પહોંચે છે તે આ ફોટો પરથી સાબિત થાય છે.