નવી દિલ્હીઃ વિતેલા દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના બીજા કાર્યકાળ માટે પીએમ પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં થયેલ શપથ ગ્રહણ સમારોહમાં બોલિવૂડની અનેક સેલિબ્રિટીઝ આવ્યા હતા.



શપથ ગ્રહણ સમારોહમાં દિગ્ગજ ગાયક આશા ભોસલે પણ આવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર આ સાંજને પોતાના ખાસ અનુભવ તસવીરોના માધ્યમથી શેર કરી છે. આશા ભોસલેએ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ એક્ટ્રેસ સ્મૃતિ ઈરાનીની સાથે એક તસવીર શેર કરી છે.


આશા ભોસલેએ લખ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ બાદ ભીડમાં હું પાગલ થઈ ગઈ હતી પરંતુ કોઈ મારી મદદ માટે આગળ ન આવ્યું. સ્મૃતિ ઈરાનીએ મને ભીડમાં પરેશાન જોઈ મારી મદદ માટે આગળ આવ્યા. તેમણે મને સુરક્ષિત ઘર સુધી પહોંચાડી. તે ચિંતા કરે છે માટે તે જીતે છે.’ આશા ભોશલેના આ ટ્વીટના રિપ્લાઈમાં સ્મૃતિ ઇરાનીએ તેમનું હાથ જોડીને અભિવાદન કર્યું.