સંજય દત્ત આ હોટ મોડલને ‘ટોરબાઝ’થી કરી રહ્યો છે લોન્ચ, તસવીરોમાં જુઓ ડેબ્યૂ પહેલાનો બોલ્ડ અંદાજ
સ્નેહાને ડાન્સ અને બેડમિન્ટન રમવાનો શોખ છે.
સ્નેહા માટે ફિલ્મ અને ફેશન ઈન્ડસ્ટ્રી નવી નથી. સ્નેહા વ્યવસાયે એક્ટ્રેસ, મોડલ અને ડાન્સર છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
‘સાવધાન ઈન્ડિયા’માં તે ‘ગુમરાહ’ના કેટલાક એપિસોડ્સમાં નજરે પડી હતી.
આ પહેલા સ્નેહા વર્ષ 2017માં સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘લી’માં નજરે પડી હતી.
ફિલ્મોની સાથે સ્નેહાએ ટેલીવિઝન શો ‘સાવધાન ઈન્ડિયા’માં પણ કામ કર્યું છે.
તેણે કટલીક મરાઠી અને બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સ્નેહાનો જન્મ મુંબઈમાં થયો છે. અહીંયાથી તેણે અભ્યાસ કર્યો છે. મેનેજમેન્ટની ડિગ્રી પણ તેણે મુંબઈથી મેળવી છે.
‘ટોરબાઝ’ ફિલ્મનું શૂટિંગ હાલ કિર્ગિસ્તાનમાં ચાલી રહ્યું છે.
ફિલ્મના સેટ પરથી સ્નેહાએ સંજય દત્ત સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે. સંજય દત્ત સાથે તસવીર શેર કરતા સ્નેહાએ જણાવ્યું કે, તે સંજય દત્ત સાથે કામ કરવાને લઈ એક્સાઇટેડ છે.
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સંજય દત્ત હાલ આગામી ફિલ્મ ‘ટોરબાઝ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મથી એક નવી અભિનેત્રી બોલિવૂડમાં લોન્ચ થનારી છે. આ અભિનેત્રીનું નામ છે સ્નેહા નામાનંદી.