✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છૂટાછેડા લેવા માંગતી હતી આ બોલિવૂડ એક્ટ્રેસ, હવે ત્રીજી વખત બનશે માતા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jun 2018 07:19 AM (IST)
1

થોડા સમય પહેલા રંભાના લગ્નજીવનમાં ભંગાણ થયાના અહેવાલ આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે રંભા પતિને છૂટાછેડા આપવા માંગે છે. જોકે પાછળથી રંભાએ આ સમાચારોનું ખંડન કરતા અફવા ગણાવી હતી.

2

રંભાએ આઠ વર્ષ પહેલા 2010માં ઈંદ્ર કુમાર પદ્મનાથન સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ મેજિકવૂડ્સના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર છે. લગ્ન બાદ રંભા ટોરેન્ટોમાં રહેતી હતી. લાન્યા અને સાશા રંભાની પુત્રીઓ છે. હવે તે ત્રીજી વખત માતા બનાવી જઈ રહી છે. હાલમાં જ તેણે પોતાના ફેન્સ સાથે માતા બનવાની વાત શેર કરી હતી.

3

રજનીકાંત અને કમલ હાસન સાથે કામ કર્યા બાદ રંભા ચર્ચામાં આવી હતી. તેણે તમિલ, તેલુગુ, મલયાલમ, ભોજપૂરી અને હિંદી ફિલ્મોમાં કામ કર્યું. હિંદી ફિલ્મોમાં જુડવા અને બંધન જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે.

4

રંભાનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો. જ્યારે તે 7માં ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે સ્કૂલના એન્યુઅલ ડે પ્રોગ્રામમાં ફિલ્મ ડિરેક્ટર હરિહરણ પણ હાજર રહ્યા હતા. તેમને રંભાનું પરફોર્મન્સ સારું લાગ્યું હતું. થોડા વર્ષો બાદ રંભાને તેમની ફિલ્મ સરગમમાં લીડ એક્ટ્રેસ તરીકે લોન્ચ કરી હતી.

5

નવી દિલ્હીઃ સલમાન ખાન સાતે 90ના દાયગામાં બંધન અને જુડવા જેવી હિટ ફિલ્મ આપનારી રંભાનો 5 જૂનના રોજ જન્મ થયો હતો. આ 5 જૂને તે 39 વર્ષની થઈ ગઈ છે. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી છે. રંભા પહેલા વિજયલક્ષ્મીને અમૃતાના નામથી ઓળખવામાં આવતી હતી. રંભાએ અલગ અલગ ભાષાઓમાં કુલ 100 ફિલ્મોમાં કામ કર્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • છૂટાછેડા લેવા માંગતી હતી આ બોલિવૂડ એક્ટ્રેસ, હવે ત્રીજી વખત બનશે માતા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.