અમદાવાદઃ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 24 ફેબ્રુઆરીએ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને ખુલ્લું મુકશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ સહિત બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. સીરિઝ 1-1થી બરાબર હાલ ચાર ટેસ્ટ મેચની સીરિઝ 1-1થી બરાબર છે. તેથી બંને ટીમો ડે નાઇટ ટેસ્ટ મેચ જીતીને સીરિઝમાં લીડ લેવા માંગશે. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો 227 રનથી વિજય થયો હતો. જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 317 રનથી હરાવી શ્રેણી સરભર કરી હતી. કેટલા વાગે શરૂ થશે મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 કલાકે મેચ શરૂ થશે. 2.00 કલાકે ટોસ થશે. ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે. અંતિમ બે ટેસ્ટ માટે જાહેર થયેલી ભારતીય ટીમ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુબમન ગીલ, ચેતેશ્વર પૂજારા, અજિન્ક્યા રહાણે (વાઇસ કેપ્ટન), કે.એલ. રાહુલ, હાર્દિક પંડયા, રિષભ પંત (વિકેટ કિપર), રીધ્ધીમાન સહા (વિકેટ કિપર), આર અશ્વિન, કુલદિપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ નેટ બોલર: અંકિત રાજપૂત, અવેશ ખાન, વારિયર, ગોથમ અને સૌરભ કુમાર રાજ્યમાં નેતાઓના પ્રચારના પાપે વકર્યું કોરોનાનું સંક્રમણ, એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ