સલમાનના જેલ જવાથી ખુશ થઈ આ એક્ટ્રેસ, કહ્યું- કર્મની સજા મળી
જણાવીએ કે, ભારતીય મૂળની બ્રિટિશ મોડલ અને એક્ટ્રેસ સોફિયા હતાયે 2013માં બિગ બોસ-7માં ભાગ લીધો હતો. શોમાં તેની સલમાન ખાન સાથે બોલાચાલી પણ થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોફિયાએ કહ્યું, આજે ભારતે બતાવી દીધું છે કે તમે ગમેતે હોય, કાયદોથી મોટું કોઈ નથી. પોસ્ટમાં સોફિયા હયાતે પોતાના અનુભવ શેર કર્યા છે. તે કહે છે કે આજે ગરીબોમાં ન્યાય પ્રત્યે આશા જાગી છે.
તે આગળ લખે છે, ધરતી માટે જાનવર ખૂબ જ જરૂરી છે. તેણે આ બધું કરતા પહેલા જરાય વિચાર ન કર્યો. ઘણાં બાળકો તેને પોતાનો આઈડલ માને છે. એવામાં સલમાને યુવાનો પ્રત્યે જવાબદારી ઉઠાવવી જોઈએ. આવું કામ કરીને તે યુવાઓને શું મેસેજ આપવા માગે છે? ખોટા કામ કરો, બાદમાં તેની અને કાયાદની મજાક ઉડાઓ, કારણ કે તમે સેલિબ્રિટી છો?
તસવીરમાં લખ્યું છે, આખરે તમને તમારા કર્મનું ફળ મળી ગયું. ઘણાંબધા લોકો સલમાન વિરૂદ્ધ બોલવાથી ડરે છે, કારણ કે તેમને લાગે છે કે સલમાન બોલિવૂડને કન્ટ્રોલ કરે છે. પરંતુ હું કોઈથી નથી ડરતી. મને ખુશી છે કે જે સલમાને કર્યું તેના માટે તેને જેલ જવું પડ્યું.
સોફિયાએ ઇન્સ્ટાગ્રામ પર એક્ટરની એક તસવીર શેર કરી છે. જેમાં guilty લખ્યું છે. સાથે જ being humanમાંથી being કાપીને no more human લખ્યું છે. તેની સાથે જ એક્ટ્રેસ એક લાંબી પોસ્ટ પણ શેર કરી છે.
નવી દિલ્હીઃ કાળિયાના શિકાર મામલે સલમાન ખાનને સજા મળ્યા બાદ તેના ફને્સ અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ તેના મિત્રો ખૂબ જ દુખી છે. જ્યારે એક એક્ટ્રેસ એવી જે સલમાનને સજા થવાથી ખુશ છે. એક્સ બિગ બોસ કન્ટેસ્ટન્ટ સોફિયા હયાતે સલમાન ખાનને મળેલ સજા પર ખુશી વ્યક્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -