WhatsApp માં આવ્યું નવું Lock Voice ફિચર, જાણો મેસેજમાં શું આવી નવી ફેસિલિટી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વૉટ્સએપના એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવું બીટા અપડેટ રિલીઝ કરવામાં આવ્યુ છે. આ નવા અપડેટ બાદ યૂઝર વૉઇસ મેસેજના રેકોર્ડિંગને લૉક કરી શકશે. આની મદદથી યૂઝર્સને વૉઇસ મેસેજ મોકલવો આસાન થઇ જશે. આ ઉપરાંત વૉટ્સએપ વૉઇસ રેકોર્ડિંગને મોકલતા પહેલા પ્રિવ્યૂ પ્લેના ઓપ્શન પર પણ કામ કરી રહ્યું છે.
લૉક વૉઇસ રેકોર્ડિંગમાં યૂઝરને હવે માઇક બટન પર લૉક કરીને વૉઇસ મેસેજ રેકોર્ડ કરવા ઇચ્છો તો આ માટે માઇક આઇકૉન પર 0.5 સેકન્ડ સુધી હૉલ્ડ કરીને તેને લૉક આઇકૉન તરફ સ્વાઇપ-અપ કરવું પડશે. ત્યારબાદ વૉઇસ મેસેજ લૉક થઇ જશે અને તમે વિના મેસેજ રેકોર્ડ પર આસાનીથી મોકલી શકશો. આ ફિચર iOS યૂઝર્સને ગયા નવેમ્બર મહિનામાં આપવામાં આવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે, બીટા એપ એવું વર્ઝન હોય છે જેમાં કંપનીઓ નવા ફિચરને ઓફિશિયલી લૉન્ચ કરતા પહેલા ટેસ્ટિંગ માટે રિલીઝ કરે છે. આ વર્ઝન પર લૉન્ચ પહેલા અપડેટ મળે છે. એન્ડ્રોઇડ યૂઝર વૉટ્સએપના બીટા ટેસ્ટર રજિસ્ટ્રેશન દ્વારા બની શકે છે.
તાજેતરમાં વૉટ્સએપે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 'ચેન્જ નંબર' ફિચર રિલીઝ કર્યુ છે. આ અંતર્ગત વિના કોઇ પરેશાનીથી નંબર બદલવા દરમિયાન પોતાનો ડેટા આસાનીથી બીજા નંબર પર ટ્રાન્સફર કરી શકે છે. 'ચેન્જ નંબર'ના નામનું નવુ ફિચર અત્યારે ગૂગલ પ્લે પર 2.18.97 એન્ડ્રોઇડ બીટા અપડેટ તરીકે અવેલેબલ છે. આ આઇઓએસ અને વિન્ડોઝ ડિવાઇસ પર થોડાક દિવસો બાદ આવશે.
આ પહેલા વૉઇસ મેસેજ રેકોર્ડ કરવા માટે માઇક આઇકૉન પર રેકોર્ડિંગ દરમિયાન હૉલ્ડ કરવું જરૂરી હતું, આવામાં વૉઇસ મેસેજ રેકોર્ડ કરવો ઘણીવાર કઠીન બનતો હતો. હવે આ નવા અપડેટની સાથે વૉઇસ મેસેજ મોકલવો એકદમ આસાન થઇ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -