ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથેની વાતચીતમાં રાજપાલ યાદવે કહ્યું કે, મેં કેટલાક લોકો પર ભરોસો મૂક્યો, જેનો બાદમાં તેમણે ખોટો ફાયદો ઉઠાવ્યો પરંતુ હું આ અંગે હવે વધારે કંઈ કહેવા નથી માંગતો. હું આગળ વધવા માંગુ છું. કારણકે હું જાણું છું કે જિંદગીમાંથી ઘણું મળશે. દેશમાં કાનૂન બધા માટે એક સરખો છે અને તેમાંથી કોઇ બચી શકે નહીં.
જેલમાં ખૂબ કડક નિયમો હતા અને અમારે બધાએ તેનું પાલન કરવું પડતું હતું. હું સાથી કેદીઓ સાથે વાત કરવાની કોશિશ કરતો હતો. હું ભાષણ પણ આપતો હતો. સવારે એક્સરસાઇઝ કરતો હતો. ત્યાં લાઇબ્રેરી હતી, જ્યાં જઈને હું બેસતો અને વાંચતો હતો.
રાજપાલે કહ્યું કે, હું ટૂંક સમયમાં જ ટાઇમ ટુ ડાંસ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ. ફિલ્મનુ શૂટિંગ વિદેશમાં થયું છે અને હવે થોડુંક જ બાકી છે. આ ઉપરાંત જાકો રાખે સાઇયાંનું પણ શૂટિંગ પૂરું કરી રહ્યો છે. ડેવિડ ધવન અને પ્રિયદર્શન સાથે પણ વાતચીત ચાલી રહી છે. હું હવે ફિલ્મના સેટ પર જવા આતુર છું.
દિલ્હી હાઇકોર્ટે નવેમ્બર 2018માં રાજપાલને એક કંપનીની લોન નહીં ચુકવવા મામાલે ત્રણ મહિનાની જેલની સજા સંભળાવી હતી. એક્ટરે 2010માં ફિલ્મ બનાવવા માટે કંપની પાસેથી પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી. જે પરત ન કરતાં કંપનીએ કોર્ટનું શરણું લીધું હતું.
હેમા માલિનીની સંપત્તિમાં 5 વર્ષમાં કેટલો થયો વધારો ? અબજોપતિની લિસ્ટમાં થઈ સામેલ, જાણો વિગત
આ એક્ટ્રેસ આજે જોડાઈ કોંગ્રેસમાં, જાણો કઈ સીટ પરથી લડશે ચૂંટણી
એક્ટ્રકેસ ઉર્મિલા માતોંડકર જોડાઇ કોંગ્રેસમાં, ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી? જુઓ વીડિયો