કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરના પાર્ટીમાં સામેલ થવા પર તેમને અભિનંદન પાઠવ્યા છે. મીડિયામાં પહેલા જ અહેવાલ પ્રકાશિત થયા હતા કે ઉર્મિલા કોંગ્રેસની ટિકિટ પર મુંબઈથી લોકસભા ચૂંટણી લડી શકે છે. હવે કહેવાય છે કે, ઉર્મિલા ઉત્તર મુંબઈ સીટથી કોંગ્રેસની સીટ પર ચૂંટણી લડી શકે છે.
ઉર્મિલા આજે બુધવારે બપોરે કોંગ્રેસમાં જોડાઈ છે. મિલિંદ દેવડા અને સંજય નિરુપમ સહિત મહારાષ્ટ્ર કોંગ્રેસના અનેક મોટા નેતા દિલ્હીમાં છે અને આજે પાર્ટી અધ્યક્ષ રાહુલ સાથે મુલાકાત કર્યા બાદ ઉર્મિલા કોંગ્રેસમાં સામેલ થઈ.