સોનાક્ષીએ આ માટે એક વીડિયો પર શેયર કર્યો છે. તેમાં તેણે કહ્યું કે "આજે મેં ઇન્ડિગોથી યાત્રા કરી હતી. મારી આ બેગ યાત્રાની શરૂઆતમાં બિલકુલ ઠીક હતી પણ હવે આ બેગ જેનું નંબર 1 હેન્ડલ તૂટી ગયું છે, હેન્ડલ 2 પણ તૂટી ગયું છે અને પૈડા પણ ગાયબ છે, થેક્યૂ ઇન્ડિગો અને સોરી સૈમસોનાઇટ કારણ કે તમે ઇન્ડિગોથી ના બચી શક્યા!" જો કે સોનાક્ષીનો આ વીડિયો વાયરલ થતા ઇન્ડિગોએ પણ તેની માફી માંગી છે. સાથે જ તેને કેવી રીતે કોન્ટેક્ટ કરવો તે અંગે પણ પુછ્યું હતું.
જો કે બીજી તરફ સોનાક્ષીના આ વીડિયોનો યુઝર્સે પણ સપોર્ટ કર્યો છે. અનેક લોકોનું કહેવું છે કે આ બેગ સોનાક્ષીની હતી માટે કંપનીએ રિપ્લાય કર્યો. પણ જો કોઇ સામાન્ય માણસનું હોત તો કંપની રિપ્લાય પણ નથી કરતી.
આ પહેલા પણ સોનાક્ષી સિન્હા ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેજોન પરથી 18 હજાર રૂપિયાનું એક હેડફોન ઓર્ડર કર્યું હતું. ઓર્ડર મળ્યા બાદ જ્યારે બોક્સ ખોલ્યું તો તેમાંથી લોખંડનો જૂનો નળ નીકળ્યો.
સોનાક્ષી સિન્હાના પ્રોફેશનલ વર્કની વાત કરીએ તો, તે હાલમાં જ સૈફ અલી ખાનની ફિલ્મ ‘લાલ કપ્તાન’માં નાના રોલમાં જોવા મળી હતી. આ સિવાય તે સલમાન ખાન સાથે દબંગ 3માં જોવા મળશે. જે 20 ડિસેમ્બરે રિલીઝ થશે.