મુંબઈ:  ઘણા વર્ષોથી બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર કિડ્સનો દબદબો છે, જ્યાં એક તરફ સારા અલી ખાન, જાહ્નવી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટાર કિડ્સ ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે તો બીજી તરફ ઘણા સ્ટાર કિડ બોલીવૂડમાં પોતાનું કરીયર શરૂ કરવાની તૈયારીમાં છે.

હવે એવામાં જો તમે આ બધાની જૂની તસવીરો જોશો તો દંગ રહી જશો, કારણ કે ફિલ્મોમાં આવતા પહેલા તમામ સ્ટાર કિડ ખૂબ જ અલગ દેખાતા હતા. આજની સ્ટોરીમાં અમે તમને બોલીવૂડના કેટલાક સ્ટારની પહેલાની અને અત્યારની તસવીર બતાવીએ.



સારા અલી ખાન- સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન જેણે સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આજે પોતાની સ્ટાઈલથી જાણીતા સારા ક્યારેક પોતાના ભારે વજનના કારણે પરેશાન હતી.



આલિયા ભટ્ટ- કરણ જોહરની ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યરથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી આલિયા ભટ્ટની જૂની તસવીર જોઈ તમે દંગ રહી જશો.


સોનાક્ષી સિન્હા- સુપરસ્ટાર શત્રુઘન સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હાનો લૂક પણ પહેલા કરતા ઘણો બદલાઈ ગયો છે. સોનાક્ષી સિન્હાએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી બોલીવૂડમાં પોતાના કરીયરની શરૂઆત કરી હતી.



જાહ્નવી કપૂર- શ્રીદેવી અને બોની કપૂરની દિકરી જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા જાહ્નવીનો લૂક અત્યાર કરતા ખૂબ જ અલગ હતો.



સોનમ કપૂર- અનિલ કપૂરની દિકરી સોનમ કપૂરે સંજય લીલા ભણસાલીની ફિલ્મ સાંવરિયાથી રણબીર કપૂર સાથે ફિલ્મોમાં શાનદાર શરૂઆત કરી હતી. આજે એક ફેશન આઈકોન તરીકે જાણીતી સોનમની જૂની તસવીર જોઈ તમે હેરાન રહી જશો.