જન્નતની આ હૉટ હિરોઇન હવે એડલ્ટ આલ્બમમાં બતાવશે પોતાનો જલવો, મળ્યો લીડ રૉલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોનલ વર્ષ 2008માં ઇમરાન હાશમીની સાથે ફિલ્મ જન્નતમાં જોવા મળી હતી. ફિલ્મ ખુબ પૉપ્યૂલર થઇ અને તેને બેસ્ટ ફિમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, એડલ્ટ હૉલીવુડ ફિલ્મ 50 શેડ્સ ઓફ ગ્રેની થીમ પર બની રહેલા મ્યૂઝિક આલ્બમ 5 શેડ્સ ઓફ લવમાં સોનલને લીડ રૉલ મળી ગયો છે.
જન્નત બાદ સોનલ ફિલ્મ બુઢ્ઢા હોગા તેરા બાપમાં અમિતાભ બચ્ચનની સાથે જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ કંઇ ખાસ કમાલ ન હોતી કરી શકી અને બાદમાં સોનલ કોઇ બૉલીવુડ ફિલ્મમાં જોવા મળી નહીં.
મુંબઇઃ 'જન્નત' અને બુઢ્ઢા હોગા તેરા બાપ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સોનલ ચૌહાણ ટુંકસયમાં જેપી દત્તાની ફિલ્મ પલટનમાં જોવા મળશે. એટલું જ નહીં તેને અનુભવ સિન્હાના એક મ્યૂઝિક આલ્બમમાં પણ કરવાનો પણ મોકો મળ્યો છે.
સોનલને 2 સિંગલ સૉન્ગ્સમાં કામ મળ્યું છે અને માહિતી અનુસાર, આને જુબિન નૉટિયાલ અવાજ આપશે. આ પહેલીવાર બનશે કે સોનલ કોઇ મ્યૂઝિક આલ્બમમાં કામ કરશે. સોનલે બે-ત્રણ જ બૉલીવુડ ફિલ્મમાં કામ કર્યું છે, પણ સાઉથ ઇન્ડિયાની અનેક ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે. અનુભવ થોડાક દિવસો પહેલા લંડન ગયા હતા અને તેને પોતાના મ્યૂઝિક વીડિયો માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -