કપૂર પરિવારે સોનમના લગ્નની તારીખ કરી જાહેર, જાણો ક્યારે બંધાશે લગ્નના બંધનમાં?
અહેવાલ પ્રમાણે તેમના મેરેજના કાર્ડ છાપવામાં આવશે નહીં. કાર્ડ ન છપાવવાનો નિર્ણય પોતે સોનમ કપૂરે લીધો છે. કાર્ડની જગ્યાએ તેણે ઈ-ઈન્વાઈટ તૈયાર કર્યું છે. આમંત્રણ માટે ઈ-કાર્ડ મોકલામાં આવશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી સોનમ કપૂરના લગ્નને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે અનિલ કપૂરના પરિવારે મેરેજની અધિકારિક જાહેરાત કરી દીધી છે. સોનમ કપૂર 8 મે, 2018ના રોજ મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કરશે.
સોનમ-આનંદના લગ્ન તેના માસી કવિતા સિંહના બાંદ્રા સ્થિત હેરિટેજ હવેલીમાં થશે. એક્ટ્રેસના મેરેજમાં ત્રણ મોટા ફંક્શન યોજાશે. જેમાં મેહંદી, સંગીત અને મેરેજ શામેલ છે. આ ત્રણેય ઈવેન્ટ અલગ અલગ જગ્યાએ થશે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સંગીત સેરેમની સોનમની બેસ્ટ ફ્રેન્ડ સંયુક્તા નાયરના ફાઈવ સ્ટાર હોટલમાં ધસ લીલા માં થશે. ફરાહ ખાન સંગીત ફંક્શનને કોરિયોગ્રાફ કરશે. અનિલ કપૂર, સુનીતા કપૂર, કરણ જોહર, અર્જૂન કપૂર સ્પેશલ ડાન્સ પરોફોર્મન્સ કરશે.
અનિલ કૂપરના પરિવારની બીજી પેઢીના આ પ્રથમ મેરેજ હશે. આ મેરેજ મુંબઈમાં થશે. કપૂર અને આહુજા પરિવારે લગ્નની જાહેરાત કરતા કહ્યું કે તેના માટે ખુશી અને ગર્વની વાત છે. લગ્ન 8મે ના રોજ થશે.