અહીં મીડિયા સાથે વાતચીતમાં સોનમ કપૂરને સંજય દત્તની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ સાથે ક્લેશ વિશે પુછવામાં આવ્યું. આના પર સોનમ કપૂરે અજીબ રિએક્શન આપ્યું. સોનમ કપૂર મૂંઝવણમાં હોય તેવા એક્સપ્રેશન આપતા કહ્યું, કોણ? કઈ ફિલ્મ? ત્યારબાદ તે પોતાની ટીમને પુછે છે કે પ્રસ્થાનમ શું છે? જ્યારે તેને ફિલ્મની ડિટેલ આપવામાં આવી તો સોનમે કહ્યું કે, “ઓહ! અભિનંદન. મને આશા છે કે ફિલ્મ સારું કરશે. અમારી ફિલ્મ નાની છે. તે સંજય દત્ત સર છે.”
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સોનમ કપૂરે સંજય દત્તની ફિલ્મ ‘સંજૂ’માં કામ કર્યું હતુ. આ ફિલ્મમાં રણબીર કપૂર લીડ રૉલમાં હતો. ‘ઝોયા ફેક્ટર’નું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. આ ફિલ્મ અનુજા ચૌહાણનાં પુસ્તક પર આધારિત છે જે આ જ નામ પર છે.