મેં ક્યારેય મારા કો-સ્ટાર સાથે સેક્સ નથી કર્યું, બોલીવુડની ટોચની અભિનેત્રીએ આપ્યું આ બોલ્ડ નિવેદન, જાણો
સોનમે કહ્યું કે હું મારા કો-સ્ટાર સાથે માત્ર ફિલ્મના સીનની વાત કરૂં છું. તેની સાથે વધુ વાત કરતી નથી. આ જ કારણ છે કે મારૂ નામ આજસુધી મારા કોઇ કો સ્ટાર સાથે જોડવામાં આવ્યું નથી. સોનમ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા કરિના કપૂર ખાન પણ ફરી બોલિવૂડમાં કમબેક કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ સોનમ કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે બોલિવૂડમાં સફળ થવા માટે સૌથી જરૂરી શું છે? તો જવાબ આપતા સોનમે કહ્યું હતું કે મને લાગે છે કે જો તમારી પાસે સારો ફેસ છે. તો તમને લોકો એક એક્ટર તરીકે પસંદ કરશે. સોનમ કપૂરે ‘નીરજા’માં શાનદાર એક્ટિંગ કરીને સૌનું દિલ જીતી લીધું હતું. જોકે, આ ફિલ્મ ઉપરાંત સોનમની એવી કોઇ ફિલ્મ નથી. જે સફળ રહી હોય.
સોનમ કપૂરને જ્યારે ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યું હતું કે તેની સાથે કામ કરનાર કો-સ્ટાર વચ્ચે કેવી કેમિસ્ટ્રી છે. ત્યારે આ સવાલના જવાબમાં સોનમે એવું કંઇક કહ્યું હતું જેના કારણે ત્યાં હાજર રહેલા લોકોને આશ્ચર્ય થયું હતું. સોનમે કહ્યું હતું કે મેં આજસુધી મારા કો-સ્ટાર સાથે સેક્સ કર્યું નથી. આ જ કારણ છે કે ઓનસ્ક્રિન તેની અને મારી જોડી પસંદ કરવામાં આવે છે. સોનમ કપૂરના આ નિવેદન પછી તેની ખૂબ ટીકા કરવામાં આવી હતી.
સંજય લીલા ભણશાલીની ફિલ્મ સાંવરિયાથી બોલીવુડમાં એન્ટ્રી કરનાર એક્ટ્રેસ સોન કપૂર પોતાના સ્ટેટમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. સોન કપૂર ભલે પોતાની કારકિર્દીમાં વધારે હિટ ફિલ્મો ન આપી શકી હોય પરંતુ તે પોતાના બિન્દાસ અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનમ કપૂરે ઘણી વખત એવું કંઈક કહ્યું કે જેના કારણે તેની મજાક ઉડી હોય. આવું જ કંઈ સોનમ કપૂરે નેહા ધૂપિયાના શોમાં કહ્યું જેની ખૂબ જ ટીકા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -