નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી સોનમ કપુરે ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. હાલ સોનમ પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અહેવાલ આવ્યા છે કે શું સોનમ કપૂરને સારા દિવસો જઈ રહ્યાં છે?

જોકે હવે સોનમે પોતે જ આ વાતને લઈને ખુલાસો કર્યો છે. સોનમે કહ્યું છે કે, એ વાત સાચી છે કે મારી આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર માટે મેં 10 કિલો વજન વધાર્યું હતું જેના કારણે હું થોડી જાડી થઈ ગઈ હતી. જોકે હું પ્રેગનન્ટ નથી અને મેં 6 કિલો જેટલું વજન ઘટાડી નાખ્યું છે.

સોનમ કપૂર બોલિવૂડમાં બબલી ગર્લ તરીકે જાણીતી છે. તે પોતાની જુદી જ ફેશન સેંન્સના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આ ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.