સોનમ કપૂરે આ લહેંગા માટે બે વર્ષ પહેલા આપ્યો હતો ઓર્ડર, 18 મહિને તૈયાર થયો હતો
પોતાની સંગીત સેરેમની દરમિયાન સોનમે જે લહેંગો પહેર્યો હતો, તે ગોલ્ડ અને ઑફ વ્હાઇટ કલરનો હતો. સોનમના લહેંગામાં કુંદન જ્વેલરી હતી. આ સાથે માંગટિકા અને કડાનું મેચઅપ કર્યું હતું, જે તેના લહેંગાના કલર સાથે મેચ થતું હતું. આનંદ પણ સંગીત માટે ગોલ્ડન કુર્તામાં તૈયાર થયો હતો અને બંનેની જોડી કમાલની દેખાતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલહેંગાનાં કામ વિશે ડિઝાઇનરે જણાવ્યું કે, ‘સોનમે અમને 2 વર્ષ પહેલાં આ માટે ઓર્ડર આપ્યો હતો.’ સોનમે લહેંગાની સાથે કુંદન જ્વેલરી પહેરી હતી. સંગીત અને મહેંદી સેરેમનીનું ફંક્શન મુંબઈના સનટેક BKCમાં રાખવામાં આવ્યું હતું.
ડિઝાઇનર અબૂ જાની અને સંદીપ ખોસલાએ સોનમની તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, આ લહેંગો તૈયાર કરવામાં 18 મહીનાનો સમય લાગ્યો હતો. આ લહેંગામાં ચિકનકારી અને મિરર વર્ક કરવામાં આવ્યું છે.
સંગીત સેરેમનીમાં સોનમે પહેરેલા આ સુંદર લહેંગાને ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ તૈયાર કર્યો હતો.
મુંબઈઃ 8 મેના રોજ સોનમના લગ્ન બિઝનેસમેન આનંદ આહુજા સાથે મુંબઈમાં થયા. આ પહેલા સોનમ કપૂરની સંગીત સેરેમની સાત મેના રોજ તેના સનટેક સિગ્નેચર બિલ્ડિંગમાં યોજાઈ હતી. સંગીત સેરેમનીમાં સોનમ કપૂર ઓફ વ્હાઈટ રંગનો ચિનકારી લહેંગો પહેર્યો હતો. આ લહેંગો જાણીતા ફેશન ડિઝાઈનર અબુ જાની તથા સંદિપ ખોસલાએ તૈયાર કર્યો હતો. આ લહેંગાને તૈયાર કરતાં 18 મહિનાનો સમય થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -