સોનમ કપૂરે ટ્વીટમાં લખ્યું, ‘મેં એવું ક્યારેય સપનું જોયું ન હતું કે આવું પણ ભારત હશે. આ પ્રકારની ભાગલાની રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ. આ નફરત વધારે છે. જો તમે તમારી જાતને હિંદુ કહો છો તો તમારે કર્મ અને ધર્મ વિશે સમજવું જોઈએ અને આ તેનો ભાગ નથી.’
સોનમ કપૂરના આ ટ્વિટ પછી ઘણા લોકોએ તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમ છતાં સોનમ કપૂરે પણ પીછેહઠ ના કરી અને બધાને જડબાતોડ જવાબ આપ્યા છે. કોઈ લોકોએ કહ્યું કે, મગજ ન હોય તો ઉપયોગ ન કરવો અને બીજા કોઈએ લખ્યું કે, તો દેશ છોડીને જતી રે. આવી રીતે લોકોએ સોનમની મજાક કરી છે.
જામિયાનગરમાં CAA સામે વિરોધ કરી રહેલા લોકો પર ફાયરિંગના બે દિવસ બાદ શનિવારે શાહીનબાગમાં ફાયરિંગ થયું હતું. એક શખ્સે CAAનો વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું સ્થળથી થોડે જ દૂર હવામાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં ભાગદોડ થઈ હતી. જો કે, પોલીસે સ્થાનિક લોકોની મદદથી ફાયરિંગ કરનારને ઝડપી લીધો હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે, જ્યારે પોલીસ તે શખ્સને લઈને જઈ રહી હતી તો તે ‘જય શ્રીરામ’ના નારા લગાવતો હતો. જ્યારે લોકોએ તેને આમ કરવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું, “આપણા દેશમાં માત્ર હિંદુઓનું ચાલશે બીજા કોઈનું નહીં.”