સોનુ સૂદના કામને બિરદાવતા અને ખુશ થયેલા તે વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતાં ટ્વીટ કર્યુ- આ મહામારીના સંકટમાં પ્રવાસી મજૂરો-શ્રમિકોનો મસીહા બનેલા સોનુ સૂદને પદ્મ વિભૂષણ માટે સરકાર પાસે માંગ કરુ છુ.
આનો જવાબ આપતા સોનુ સૂદે લખ્યું- મારા માટે પોતાના ઘરે પહોંચનારા પ્રવાસી તરફથી મળનારો દરેક કૉલ મારા માટે સૌથી મોટો પુરસ્કાર છે. ભગવાનનો આભારી છું કે મને આ પુરસ્કાર હજારોમાં મળે છે. સોનુ સૂદનુ એ દિલ જીતી લે એવુ રિએક્શન ખુબ ઝડપથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે બૉલીવુડ એક્ટર સોનુ સૂદ પોતાના ખર્ચેથી ગાડીઓ બુક કરાવીને પ્રવાસી મજૂરોનો પોતાના વતનમાં મોકલી રહ્યો છે. અત્યાર સુધી સોનુ સૂદ હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને પોતાનો ઘરે મોકલી ચૂક્યો છે.
પ્રવાસી મજૂરોની સેવા વિશે અભિનેતાનુ કહેવુ છે કે, જ્યાં સુધી દરેક પ્રવાસી મજૂર પોતાના ઘરે ના પહોંચી જાય હુ મારા અભિયાનને ચાલુ રાખીશ. આના માટે મારે ભલે ગમે તે કામ કરવુ કે મહેનત કરવી પડે. જ્યાં સુધી છેલ્લો મજૂર પોતાના ઘરે ના પહોંચે ત્યાં સુધી હુ ચેનથી નહી બેસી શકુ.