મુંબઈ: કોરોનાના કપરાકાળમાં અભિનેતા સોનૂ સૂદ સતત જરૂરિયાત લોકોની મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેમની પાસે મદદ માંગતા રહે છે અને સોનૂ સૂદ પણ તેમની મદદ માટે આગળ આવે છે. હાલમાં સોનૂ સૂદે ટ્વિટર પર એક પરિવારની મદદ કરવાની જાહેરાત કરી છે. એક યૂઝર્સે સોનૂ સૂદને ટેગ કરતા જણાવ્યું કે એક મહિલા છે તેના પતિનું નિધન થયું છે અને તેમની પાસે ઘર નથી.

યૂઝર્સે લખ્યું, સર, 'આ મહિલાના પતિનું મોત થયું છે પટનામાં રહેતા હતા મકાન માલિકે કાઢી મૂક્યા છે એક મહિનાથી રસ્તાઓ પર છે બે નાના બાળકો ભૂખથી તડપી રહ્યા છે મદદ કરો તમે. સરકાર પાસે તેમને કોઈ આશા નથી.'

ત્યારબાદ જવાબમાં સોનૂ સૂદે કહ્યું, 'કાલે આ પરિવાર પાસે ઘર હશે, આ નાના બાળકોને ઘર જરૂર મળશે.'



સોનૂ સૂદ સોશિયલ મીડિયા પર સતત લોકોની મદદ કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન ઘણા શ્રમિકોને સોનૂ સૂદે પોતાના વતન પરત પહોંચાડ્યા હતા. સોનૂ સૂદ શ્રમિકોની મદદ કરવાને લઈને સતત સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.



એક યૂવકે સોનૂ સૂદને ટેગ કરતા જણાવ્યું હતું કે તેના પિતાનું કોલકાતામાં નિધન થયું છે અને તે મુંબઈમાં છે. જેના કારણે તે અંતિમ સંસ્કારમાં સામેલ નહી થઈ શકે. ત્યારબાદ સોનૂ સૂદે તેને મદદનું આશ્વાસન આપ્યું હતું.