દમણ: દમણમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દમણમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. દમણમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે. દમણમાં આજે કોરોનાને મ્હાત આપી 10 દર્દીઓ સાજા થયા છે.

દમણમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 409 પર પહોંચી છે. દમણમાં હાલ 136 કેસ એક્ટિવ છે, જ્યારે અત્યાર સુધીમાં 272 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દમણમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ચિંતા છે.

ગુજરાતમાં બુધવારે કોરોનાના 1020 નવા કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 51,485 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 28 લોકોનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 2229 થયો છે. બુધવારે ગુજરાતમાં 837 દર્દીઓ સાજા થયા હતા.