પ્રભાસ કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં મહેમાન બનીને પહોંચ્યો હતો જ્યાં તેણે અનુષ્મા સાથેના લગ્નની વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. હવે લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે, અનુષ્કા શેટ્ટીનું નામ ટીમ ઈન્ડિયાના એક ક્રિકેટર સાથે જોડાયું છે અને બંને લગ્ન પણ કરી શકે છે.
રિપોર્ટ્સ પ્રમાણે, હાલ તે ટીમ ઈન્ડિયાના એક ક્રિકેટરને ડેટ કરી રહી છે. જોકે ક્રિકેટરના નામનો હજુ સુધી ખુલાસો કર્યો નથી. પરંતુ તેવું માનવામાં આવી રહ્યું છે કે, આ ક્રિકેટર દક્ષિણ ભારતનો નહીં પરંતુ ઉત્તર ભારતનો રહેવાસી છે.
અભિનેત્રી હાલ પોતાની અપકમિંગ ફિલ્મમાં બહુ જ વ્યસ્ત છે. તે આર. માધવનના ઓપોઝિટમાં ‘નિશબ્ધમ’માં જોવા મળશે. જે એક સાયલન્ટ થ્રિલર મૂવી છે. જેમાં અભિનેત્રી મ્યૂટ આર્ટિસ્ટના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરી, 2020એ રિલીઝ થશે.