6 બોલમાં માત્ર 2 રન જ બનાવી શક્યો યુવરાજ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા બુશફાયર ક્રિકેટ બેશ નામથી યોજાયેલી ચેરિટી મેચમાં ભારતીય દિગ્ગજોએ પણ યોગદાન આપ્યું હતું. સચિન તેંડુલકરે પોન્ટિંગની ટીમને કોચિંગ આપ્યું, જ્યારે યુવરાજ સિંહ ગિલક્રિસ્ટ ઇલેવન તરફથી રમ્યો હતો. યુવરાજે આ મેચમાં 6 બોલમાં માત્ર 2 રન જ બનાવ્યા હતા અને મહિલા ખેલાડીના હાથે કેચ આઉટ થયો હતો.
મેચમાં ગિલક્રિસ્ટ ઇલેવને 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 104 રન કર્યા હતા. જેમાં બ્રાયન લારા 11 બોલમાં 30 અને પોન્ટિંગ 14 બોલમાં 26 રન બનાવી રિટાયર્ડ થયા હતા. મેથ્યૂ હેડન 14 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. આ ઉપરાંત લ્યૂક હૉગે 4 બોલમાં 11 રન બનાવ્યા હતા.
બ્રેટલીની ઓવરમાં મહિલા ખેલાડીના હાથે કેચ આઉટ થયો યુવરાજ
105 રનના લક્ષ્યને હાંસલ કરવા ઉતરેલી ગિલક્રિસ્ટ ઇલેવન 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 103 રન બનાવી શકી હતી અને મેચ 1 રનથી હારી હઈ હતી. ગિલક્રિસ્ટ ઇલેવન તરફતી શેન વોટસને 9 બોલમાં 30, એન્ડ્રૂ સાયમંડ્સે 13 બોલમાં 29 રન બનાવ્યા હતા. કેપ્ટન ગિલક્રિસ્ટ 11 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો. યુવરાજ સિંહ 6 બોલમાં 2 રન બનાવી બ્રેટ લીની ઓવરમાં મહિલા ખેલાડી બ્લેકવેલના હાથે કેચ આઉટ થયો હતો.
5 વર્ષ બાદ સચિને કરી બેટિંગ, પ્રથમ બોલે જ ફટકારી બાઉન્ડ્રી, જુઓ વીડિયો
સાવરકુંડલાઃ જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત, 8 જાનૈયા ઈજાગ્રસ્ત
ન્યૂઝીલેન્ડ સામે રન આઉટથી ફરી હારી ટીમ ઈન્ડિયા, ICC ધોનીને યાદ કરી કહ્યું આમ, જાણો વિગત