સિડનીઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે નિવૃત્તિ જાહેર કર્યાના વર્ષો થઈ ગયા છે. તેમ છતાં તેની સામે બોલિંગ કરવા ઘણા ક્રિકેટરો આતુર હોય છે. ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ માટે ભંડોળ એકત્ર કરવા પોન્ટિંગ ઇલેવન અને ગિલક્રિસ્ટ ઇલેવન વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં પોન્ટિંગ ઇલેવનનો 1 રનથી શાનદાર વિજય થયો હતો. પોન્ટિંગ ઇલેવને પ્રથમ બેટિંગ કરતાં 10 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 104 રન કર્યા હતા, જેના જવાબમાં ગિલક્રિસ્ટ ઇલેવન 10 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 103 રન જ બનાવી શકી હતી.

મેચ દરમિયાન બ્રેકમાં સચિન તેંડુલકરે બેટિંગ કરી હતી. જેમાં તેણે પ્રથમ બોલ પર જ બાઉન્ડ્રી મારી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર પેરીએ સચિન તેંડુલકરને ચેલેન્જ આપી હતી અને સચિને તેનો સ્વીકાર કરતાં બ્રેક દરમિયાન બેટિંગ કરી હતી.


ઓસ્ટ્રેલિયન વુમન ક્રિકેટ ટીમના ટ્વિટર હેન્ડલ પરથી એલિસે શનિવારે  કહ્યું, હાય સચિન, બુશ ફાયર મેચ માટે તમને અહીંયા જોઈને ખુશી થઈ રહી છે. હું જાણું છું કે તમે એક ટીમનો કોચિંગ આપી રહ્યા છે. પણ ગઈકાલે રાત્રે મને વિચાર આવ્યો કે શું મેચમાં બ્રેક દરમિયાન તમે મારી બોલિંગ પર એક ઓવર બેટિંગ કરશો. તમારી સામે બોલિંગ કરીને મને ખુશી થશે.


પેરીના પડકારને સચિને સ્વીકાર કરી લીધો અને ટ્વિટ કરીને લખ્યું, શાનદાર એલિસે. હું આમ કરવાનું પસંદ કરીશ અને એક ઓવર બેટિંગ કરીશ. (ખભાની ઈજાના કારણે ડોક્ટરે મને આમ કરવાની ના પાડી છે.)

સાવરકુંડલાઃ જાન લઈને જતા ટ્રેકટરે મારી પલટી, એક મહિલાનું મોત, 8 જાનૈયા ઈજાગ્રસ્ત

ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે સચિનને શું આપી ચેલેન્જ, જાણો તેંડુલકરે શું આપ્યો જવાબ

ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર